ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”અંતર્ગત ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને “યોગ અમૃત મહોત્સવ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પર્યટન સ્થળો, ઐતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળોને ધ્યાને લઈ 75 જેટલી જગ્યાએ યોગ કરતા સાધકોનું વિડિયો શુટિંગ કરવામાં આવનાર છે. જે અન્વયે જામનગરના રણમલ તળાવની પણ આઈકોનિક સ્થળ તરીકે પસંદગી કરવામાં આવતા આ સ્થળે રાજ્ય સરકાર દ્વારા યોગ ફિલ્મનુ શુંટીગ કરવામાં આવ્યુ હતુ. જેનું સંચાલન જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાના માર્ગદર્શન હેઠળ ભગીરથસિંહ જાડેજા, યોગ બોર્ડના કોચ પ્રીતીબેન શુક્લા હર્શીતાબેન મેહતા, રાજેશ્રીબેન પટેલ તેમજ જામનગર શહેર-જિલ્લાના ૧૨૫ જેટલા યોગ સાધકો ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.