Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં પરિમલભાઈ નથવાણીના હસ્તે આવતીકાલે સત્વ હોસ્પિટલનો શુભારંભ

ખંભાળિયામાં પરિમલભાઈ નથવાણીના હસ્તે આવતીકાલે સત્વ હોસ્પિટલનો શુભારંભ

અનેક નિષ્ણાંત તબિબો સાથેની હોસ્પિટલને બુધવારથી વિધિવત્ રીતે ખુલ્લી મુકાશે

- Advertisement -
ખંભાળિયા સહિત તાલુકા ઉપરાંત જિલ્લા અને આસપાસના વિસ્તારોના રહીશો તથા દર્દીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ સાથેની સત્વ હોસ્પિટલનું નિર્માણ અહીંના સેવાભાવી તબીબો દ્વારા કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલને વિધિવત રીતે ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી બુધવાર તારીખ 8 ના રોજ ખુલ્લી મુકશે.
ખંભાળિયાના પોસ્ટ ઓફિસ રોડ ઉપર આધુનિક તબીબી સુવિધાઓ સાથેની સત્વ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે માટે જેમાં અહીંના પીઢ અને અનુભવી જનરલ સર્જન ડોક્ટર ઓ.પી. સાંખલા, મુંબઈના ખ્યાતનામ ઓર્થોપેડિક નિષ્ણાંત ડોક્ટર રાજેશ બદિયાણી, એમ.ડી. ફિઝિશિયન ડોક્ટર જસ્વીન વાળા તથા ગાયનેક તબીબ ડો. પ્રવિણભાઈ દ્વારા અદ્યતન સધન – સામગ્રી સાથે દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ હોસ્પિટલનો શુભારંભ આગામી બુધવાર તારીખ 8 ડિસેમ્બરમાં રોજ ખંભાળિયાના પનોતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (કોર્પોરેટ અફેર્સ) ના ડાયરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણીના વરદ હસ્તે યોજવામાં આવ્યો છે.
આ પ્રસંગે અનેક આગેવાનો તથા હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહેનાર છે. આ શુભારંભ પ્રસંગે હોસ્પિટલના સંચાલકો ડોક્ટર રૂતેષ જોશી, ડો. પંકજ ચોકસી, ડો. ઓ.પી  સાંખલા, રાહુલ વ્યાસ, કેતન દાવડા તથા તેમની ટીમ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular