શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર સંસ્કારિત અને સ્થાનકવાસી જૈન સંઘ સંચાલિત લાલપુર નિવાસી હાલ લંડન વનલબેન વીરચંદ મહેતા-મહાવીર જૈન ઉપાશ્રયનું 51 લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવે છે. જેનું ઉદ્ઘાટન તા. 15ને બુધવારે સવારે 10થી 12 કલાકે શતાધિક ધર્મસ્થાનક નિમર્ભાણ પ્રણેતા પૂ. ધીરગુરુદેવના શુભ સાનિધ્યે ડુંગર દરબાર, હાઇસ્કૂલના હોલમાં યોજાયેલ છે. આ પ્રસંગે લંડનના મયૂર મહેતા, મુકેશ મહેતા, નિલેશ મહેતા, શૈલેષ વિરાણી, રશ્મિ મહેતા વગેરે અમેરીકાના જયંત કામદાર વગેરે તેમજ ખંભાળિયા, ભાણવડ, ધોરાજી, ઉપલેટા, જામનગર, રાજકોટ, જશાપર, કાટકોલા વગેરે ગામના ભાવિકો ઉપસ્થિત રહેશે. મયુરભાઇ મહેતાનું સન્માન પ્રશાંત વોરાએ કરેલ. પૂ. ધીરગુરુદેવ તા. 14ને મંગળવારના સવારે 9:30 કલાકે લાલપુર પધારશે. તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.