દરેક દેશમાં મહિલાઓ અધિકારો માટે લડે છે. માતૃત્વની રજાનો લાભ મહિલાઓને મળે છે. ત્યારે તાજેતરમાં પીરિડયસ લીવનો નવો વિષય ચાલી રહ્યો છે. મહિલાઓના સ્વાસ્થ્યને લઇને યુરોપીયન દેશ સ્પેને મોટી પહેલ કરી છે. સ્પેન મહિલાઓને પીરીડયસ દરમિયાન રજા આપનાર પહેલો દેશ બની ગયો છે. અને લોકોએ આ નિર્ણય પર ખુશી વ્યકત કરી છે.
યુરોપીયન બીયજા દેશોમાં પણ હવે આ અંગે માંગણી ઉઠી છે. ઈટાલી પણ યુરોપીયન દેશ છે. જયોજિયા મેલોનીનું બીજીવાર વડાપ્રધાન બનતા પીરીયડસ લીવની માંગ ઝડપી બની હતી. ઈટાલિયન ગ્રીન લેફટ ગઠબંધને નવું બીલ રજૂ કર્યુ છે. જેમાં પીરીડયસ દરમિયાન થનારા દુ:ખાવાને કારણે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને લીવ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
આમ વિશ્ર્વના કેટલાંક દેશોમાં પીરિડયસ લીવ આપવામાં આવે છે. સ્પેનમાં બે દિવસની લીવ, ચીન કોરીયા, ઈન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, તાઇવાનમાં બે દિવસની રજા આપવાનો કાયદો બનાવવામાં આવ્યો છે.
ત્યારે અમુક દેશોમાં હવે આ અંગે પીરિયડસ લીવ આપવાની માંગ ઉઠી છે.