ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા સલીમભાઈ અબ્બાસભાઈ સંઘાર નામના 40 વર્ષના મુસ્લિમ વાધેર યુવાનને ગત સાંજના સમયે વાડીનાર સ્થિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ચા ની કીટલી પાસે ધસી આવેલા આ જ ગામના રહીશ અલી અબ્દુલ સંઘાર અને હારીફ અલી સંઘાર નામના બે શખ્સોએ ફરિયાદી સલીમભાઈને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે ઉભેલા આરોપી અલી અબ્દુલ સંઘારના ભાઈને ‘મત કેમ આપ્યો નહીં તેમ કહી, આ બાબતનો ખાર રાખી, હારીફ અલી સંઘારે સલીમભાઈને પંચ ક્લિપ (મુઠ) વડે હુમલો કરી, બીભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ ચાવડાએ હાથ ધરી છે.