જામનગરના યોગેશ્વરધામ વિસ્તારમાં મકાનમાં ચાલતા જૂગારધામ પર પોલીસે દરોડો પાડી છ શખ્સોને રૂા.89,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરની જી. જી. હોસ્પિટલ નજીકથી વર્લીમટકાનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા.40,340 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં આવેલ યોગેશ્વરધામ વિસ્તારના સેનાનગરમાં સનીસીંગ શેરસીંગ તીલપતિયા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાને માણસો બોલાવી નાલ ઉઘરાવી જૂગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન તીનપતિનો જૂગાર રમતા સનીસિંગ શેરસિંગ તીલપતિયા, બલવિન્દ્રસિંગ મનમોહનસિંગ તીલપીતિયા, જસબીરસિંગ ધરમસિંગ દુદાણી, અવતાસિંગ ઉદમસિંગ ખીતી, મલીંનદરસિંગ મહેન્દ્રસિંગ દુદાણી અને સુરજસિંગ મનમોહનસિંગ તીલપીતિયા નામના છ શખ્સોને રૂા.29,900 ની રોકડ, રૂા.60 હજારની ત્રણ મોટસાઈકલ મળી કુલ રૂા.89,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજો દરોડો, જામનગર શહેરની જી. જી. હોસ્પિટલના ગેઈટ પાસે વર્લીમટકાનો જૂગાર રમતા સલીમ ઈશા ઉમરીયા અને શશીકાંત રમણિક માણેક નામના બે શખ્સોને પોલીસે રૂા.11,340 ની રોકડ, 9000 ની કિંમતનો મોબાઇલ અને 20,000 ની કિંમતનું એક મોટરસાઈકલ મળી કુલ રૂા. 40,340 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.