ભારતમાં શિક્ષણનું સ્તર વધતું જાય છે. દેશના આ ગામમાં જે ઉત્તરપ્રદેશના બુલંદશહર નજીકના આ ગામમાં ઘરે – ઘરે શિક્ષક છે. શિક્ષકોનું ગામ આંખની જહાંગીરબાદ થી લગભગ 3 કિ.મી. અંતરે આવેલું છે.
આ ગામના હુશેનભાઈ વ્યવસાયે શિક્ષક છે તેમણે ગામના ઈતિહાસ પર એક પુસ્તક લખ્યું છે તેનું નામ તહકીકી દસ્તાવેજ છે. તેઓ એ લખ્યું છે કે અત્યાર સુધીમાં ગામના લગભગ 350 નિવાસી કાયમી સરકારી ટીચર બની ગયા છે. સૌથી પહેલાં ટીચર તૂફેલ અહમદ હતાં. 1880 થી 1940 સુધી કાર્ય કર્યુ હતું. તુફૈલ અહેમદ સ્કુલના ટીચર હતાં આ ગામના પહેલાં સરકારી ટીચર બાકર હુશૈન બન્યા હતાં. જે 1905 માં યુપી ના અલીગઢની પાસે શેખુપુર જુંડેરા નામના ગામમાં સરકારી સ્કૂલમાં ટીચર હતાં.
આ ગામમાં પહેલી સ્કૂલ 1876 માં બની હતી. 1859 માં રેકોર્ડ પ્રમાણે 1271 એકરના ગામમાં 600-700 ની ઘરની વસ્તી માં 15 થી 18 હજાર લોકો છે. ત્યારે ગામના 300 થી 350 નિવાસી કાયમી સરકારી શિક્ષક તરીકે કામ કરી ચૂકયા છે કરી રહ્યા છે. આ ગામના ટીચર યુપી, દિલ્હી અને અન્ય રાજ્યોના જિલ્લામાં નોકરી કરી રહ્યા છે. ગામમાં ટયુટર ગેસ્ટ ટીચર, સ્પેશિયલ એજ્યુકેટરની સંખ્યા અત્યાર સુધી 60 થી 70 થઈ ગઇ છે. સમય સાથે નોકરીઓ માટે મહિલાઓની સંખ્યા પણ વધી રહી છે. આમ આ ગામમાં ઘરે ઘરે શિક્ષક છે. જેથી યુપીના સાંખની ગામને શિક્ષકનું ગામ પણ કહેવાય છે.