ફિલ્મ બનાવવા માટે પૈસા ભેગા કરવા બાળકોને બોલીવૂડની ફિલ્મમાં કામ અપાવનારા અભિનેતા અને મોડેલ અપૂર્વ અશ્ર્વિન દાવડા(47)ની બીકેસી સાઇબર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દાવડાએ 80 થી વધુ ધનાઢયો સાથે રૂા. 2 કરોડથી વધુની છેતપિંડી કરી છે.
બોરીવલી પૂર્વમાં રહેતા અને વેદપ્રકાશ ગુપ્તા(47)ની ફરિયાદ પરથી પોલીસે દાવડાની ધરપકડ કરી છે. દાવડા મૂળ અમદાવાદમાં ટાઇટેનિયમ સિટી સેન્ટર, સચિન ટાવર નજીક, 100 ફીટ રોડ, સેટેલાઇટ, આનંદનગરનો રહેવાસી છે. તેની પાસેથી રૂા.32.58 લાખ, 8 આઇફોન સહિત 9 મોબાઇલ, 10 સિમકાર્ડ, 11 ચેકબુક, 6 પાસપોર્ટ, દુબઇ કંપનીનું લાઇસન્સ, 7 ડેબિટ, ક્રેડિટ કાર્ડ, નકલી મોડેલિંગ કંપની દ્વારા કરેલા કરાર જપ્ત કરવામાં આવ્યાં છે.
આરોપીએ બચ્ચો કી દુનિયા ફિલ્મ માટે 2 થી 14 વર્ષના બાળકોને રોલ ઓફર કરતી જાહેરાત આપી હતી. ગુપ્તાએ આરોપીનો સંપર્ક કરતાં તેની દીકરીને મુખ્ય ભુમિકા ઓફર કરવાને નામે આ. 32,69,440 લાખ પોતાના બેન્કમાં ટ્રાન્સફરકરાવ્યા હતા. જોકે ઠગાઇ થયાનું જણાતાં જ ફરિયાદ કરી હતી, જેને લઇઆરોપીની ધરપકડ કરવામાં આવી છે, એમ તપાસ અઘ્કિરારી પી આઇ મંગેશ મજગરે જણાવ્યુંહતું. આરોપી ઉચ્ચ શિક્ષિત છે: આરોપી સામે સાકીનાકા, અંબોલી, ઓશિવરા, એન એમ જોશી, દાદરમાં ઠગાઇસહિતના વિવિધ પાંચ ગુના નોંધાયેલા છે. આમ ઓશિવરા ખાતે તેની માતાએ પણ તેની આવી પ્રવૃતિઓને લઇ પોલી ફરિયાદ નોંધાવી હતી. તે અગાઉ આર્થર રોડ જેલમાં સજા પણ કાપીને આવ્યો છે તે મુંબઇની એચઆર કોલેજ ભણ્યો હતો. અમેરિકાની ટીએફટી બિઝનેસ સ્કૂલમાં પણ ભણ્યો હતો. જૂહુમાં કિશોર નમિત કપૂરની એકિટંગ સ્કૂલમાંથી અભિનય આરોપી રીખ્યો છે. 10 વર્ષ સુધી ઓપ્ટિમિસ્ટિક કંપની થકી અનેક પ્રસિધ્ધ કંપનીઓની જાહેરાતમાં કામ કર્યું છે. સિંટા, રાઇટર એસોસિયેશન ઓફ ઇન્ડિયાનો સભ્ય છે. અરમાન ફિલ્મસના બેનર હેઠળ તે ટ્રાન્સ નામે ફિલ્મ બનાવતો હતો, જે માટે ટાઇટલ સંરક્ષિત કર્યું છે. અને ટ્રેલર માટે રૂા.25 લાખ ખર્ચ કર્યો છે.
આરોપી મોલમાં પોતાના માણસોને મોકલીને ધનાઢયોનો ડેટા મેળવતો હતો. આ રીતે 50 લાખથી વધુ લોકોનો ડેટા ભેગો કર્યો છે. એલી એડવર્ટાઇઝિંગ, ફોર્ડ એડવર્ટાઇઝિંગ, ઝારા એડવર્ટાઇઝિંગ, કોસ્મોપોલિટન મોડેલ્સ નામે બોગસ વેબસાઇટ તૈયાર કરી હતી. આ ડેટા પર ફિલ્મમાં બાળકોને રોલ આપવો છે એવા બલ્ક મેસેજ મોકલતો હતો.
લોકડાઉનને લીધે લોકો એકબીજાને પ્રત્યક્ષ મળી શકતા ન હોતા તેને લાભ લઇને એડ, સિરિયલ, ફિલ્મમાં કામને નામે છેતરપિંડી કરી છે. લોકેશન નહીં મળે તે માટે 8 આઇફોન અને 40 થી વધુ સિમકાર્ડ વાપરતો હતો. 2017થી 80 થી વધુ લોકો સાથે તેણે રૂા.2 કરોડની છેતરપિંડી કરી છે.
આરોપીએ દુબઇમાં ઝેનિયાસ્ટાર નામે કંપની શરૂ કરી છે,જેના થકી પણ છેતરપિંડી કરી હોવાની શંકા છે, જેની તપાસ ચાલી રહી છે. મર્સિડીઝ, બીએમડબ્લ્યુ, પોર્શે જેવાં વાહનોમાં ફરતો હતો અને વાહનો પણ સતત બદલતો રહેતો હતો. એમ તેમણે જણાવ્યું હતું.
મનોરંજનની દુનિયામાં છેતરપિંડીના ખેલ કરતો અપૂર્વ દાવડા કોણ છે?
પાછલાં ચારેક વર્ષથી સંખ્યાબંધ ધનાઢયોને શીશામાં ઉતારનાર અપૂર્વની કૂંડળી