રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૬.૦૩.૨૦૨૧ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૦૩૯૫.૦૮ સામે ૫૦૬૦૮.૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૦૨૮૯.૪૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૫૬૮.૫૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧.૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૫૦૩૬૩.૯૬ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૪૯૬૮.૭૫ સામે ૧૫૦૦૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૯૧૫.૨૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૭.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૪૯૭૪.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક શેરબજારમાં તેજી સાથે ભારતીય શેરબજાર આરંભમાં તેજી જોવા મળી હતી. અમેરિકામાં બોન્ડ યીલ્ડમાં સાધારણ ઘટાડો થતાં હેજ ફંડોનું તોફાન શાંત થતાં ફરીથી ઇમર્જીંગ માર્કેટ તરફ વિદેશી રોકાણ પ્રવાહ વળ્યો હોવાનું જોવા મળ્યું હતું. ઉપરાંત, વૈશ્વિક સ્તરે કોરોનાને નાથવા અમેરિકામાં ૧.૯ ટ્રીલિયન ડોલરનું પેકેજ જાહેર કરવામાં આવતા આગામી દિવસોમાં ડોલરની લિક્વિડીટી વધશે જે વૈશ્વિક સ્તરે પણ પોઝિટીવ અસર ઊભી કરશે એ ધારણાએ શરૂઆતી તબક્કામાં તેજી જોવા મળ્યા બાદ ભારે બે તરફી અફડા તફડી સાથે ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
કોરોના સંક્રમણમાં થઈ રહેલા ચિંતાજનક વધારા અને એના પરિણામે દેશના વિવિધ રાજયોમાં અંકુશો કડક બની રહ્યા હોવા છતાં વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આર્થિક વિકાસને ટૂંકાગાળા બાદ ફરી વેગ મળશે એવી અપેક્ષા વચ્ચે આજે ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે તેજી કરી હતી. શેરબજારમાં સેક્ટોરલ રોટેશન વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી શાંત રહેલા આઇટી અને ટેક શેરોમાં ફરીથી લેવાલી અને એફએમસીજી, ટેલિકોમ શેરોમાં પણ તેજીવાળા સક્રિય થતાં માર્કેટ બ્રેડથ સામાન્ય પોઝિટીવ જોવા મળી હતી.
બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફાઈનાન્સ, બેન્કેક્સ, મેટલ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ સામાન્ય વધઘટ સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૭ અને વધનારની સંખ્યા ૧૪૬૬ રહી હતી, ૧૭૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૨૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૨૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, માર્ચ ૨૦૨૦માં કોરોનાને કારણે લૉકડાઉનની જાહેરાત બાદ બજાર ભારે કડાકો નોંધાયો હતો. પરંતુ સપ્ટેમ્બરમાં અનલોકની સાથે તમામ વ્યાવસાયિક પ્રવૃત્તિ તબક્કાવાર શરૂ થતાં બજારમાં તેજી તરફી ચાલ જોવા મળી હતી. કંપનીઓની અને તેમાંય ખાસ કરીને ફાર્મા કંપનીઓની આવકમાં ખાસ્સો વધારો થતાં બજારને ખાસ્સો સપોર્ટ મળ્યો હતો. તેની સાથે સાથે વિદેશી રોકાણનો પ્રવાહ વધ્યો તેથી બજારમાં પ્રવાહિતા વધી હતી. કોરોના કાળ દરમિયાન અને વધુ છૂટછાટ આપવામાં આવ્યા બાદ શેર્સના ભાવોમાં ૭૦%થી વધુનો ઉછાળો નોંધાયો છે, પરંતુ ખાદ્યસામગ્રી અને પેટ્રોલ ડીઝલ જેવા ઇંધણના ભાવમાં આવેલો વધારાના કારણે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ રિટેલ ફુગાવા જાન્યુઆરી માસમાં ૧૬ મહિનાની નીચી સપાટીએ ગયા બાદ ફેબ્રુઆરી માસમાં ૫.૦૩% થયો છે. ફુગાવાનો દર હજીય ઉપર જાય તો તેની સીધી અસર શેરબજારની તેજીની ચાલ પર બ્રેક મારનાર સાબિત થઈ શકે છે.
ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન ઘટી રહ્યું છે તે બાબત ચિંતા જન્માવનારી છે. તેની સામે મોંઘવારી વધી રહી હોવાની બાબત પણ ચિંતાવર્ધક છે. બીજી તરફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ઇન્ડેક્સમાં કે ફેક્ટરીના પ્રોડક્શનના ઇન્ડેક્સમાં જાન્યુઆરી ૨૦૨૧માં ૧.૬%નો ઘટાડો જોવા મળ્યો છે. તેને સીધો અર્થ એ થયો કે કોરોનાના કહેરની અસરમાંથી બહાર આવવા મથામણ કરી રહેલા અર્થતંત્રને હજી તેમાંથી બહાર આવતા સમય લાગી શકે તેમ જણાય છે. તા.૧૭.૦૩.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૧૬.૦૩.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૪૯૭૪ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૪૮૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૪૮૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૫૦૦૮ પોઈન્ટ થી ૧૫૦૮૮ પોઈન્ટ ૧૫૧૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૧૬.૦૩.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૪૯૩૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૪૩૭૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૦૦૯ પોઈન્ટ થી ૩૫૧૮૮ પોઈન્ટ, ૩૫૩૫૦ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૩૫૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- લાર્સન & ટુબ્રો ( ૧૪૮૨ ) :- કન્સ્ટ્રક્શન & ઇજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૬૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૯૭ થી રૂ.૧૫૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૧૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૩૯૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૭૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૬૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૦૪ થી રૂ.૧૪૧૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ટાટા કેમિકલ ( ૭૭૮ ) :- રૂ.૭૪૭ નો પ્રથમ તેમજ રૂ.૭૩૦ ના બીજા સપોર્ટથી કોમોડિટી કેમિકલ રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૯૩ થી રૂ.૮૦૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ડાબર ઇન્ડિયા ( ૫૩૨ ) :- પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૪૭ થી ૫૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૫૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- જેએસડબ્લ્યુ સ્ટીલ ( ૪૨૭ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૧૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક આર્યન & સ્ટીલ/ ઇન્ટરમ.પ્રોડક્ટ આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૩૪ થી રૂ.૪૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- હેવલ્સ ઇન્ડિયા ( ૧૦૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૧૨ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૦૭૭ થી રૂ.૧૦૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ટાટા સ્ટીલ ( ૭૨૬ ) :- રૂ.૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૭૧૩ થી રૂ.૭૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ભારત ફોર્જ ( ૬૧૩ ) :- ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૩૩ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૦૩ થી રૂ.૫૯૬ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- આઈસીઆઈસીઆઈ બેન્ક ( ૫૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૧૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૮૮ થી રૂ.૫૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૬૨૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ ( ૩૩૪ ) :- ૩૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૩૫૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૩૨૬ થી રૂ.૩૧૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )