Tuesday, December 24, 2024
Homeરાજ્યભાટિયાના વકીલનો માર મારવાના કેસમાં કલ્યાણપુરના તત્કાલિન પીએસઆઇ સામે પ્રોસેસ સમન્સ

ભાટિયાના વકીલનો માર મારવાના કેસમાં કલ્યાણપુરના તત્કાલિન પીએસઆઇ સામે પ્રોસેસ સમન્સ

- Advertisement -

કોરોના મહામારી સામે ભાટિયાના વકીલને માર મારવાના ગુન્હામાં કલ્યાણપુર તાલુકામાં તત્કાલિન પીએસઆઇ તથા અન્ય પોલીસ કર્મીઓ સામે પ્રોસેસ ઈસ્યુ કરવા અદાલતે હુકમ કર્યો છે.

- Advertisement -

કેસની પ્રાપ્ત વિગત અનુસાર કોરોના મહામારીના લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓ માટે મામલતદાર દ્વારા ખાસ મુકિત પાસ આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત ભાટિયાના હરિશ તેજાભાઇ મકવાણાને તેમના કાકાની સસ્તા અનાજની દુકાનમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરવા માટે મુકિત પાસ આપવામાં આવ્યો હતો. જે દરમ્યાન તેઓ સસ્તા અનાજની દુકાનમાં કામગીરી કરી રહયા હતા ત્યારે કલ્યાણપુરના તત્કાલિન પીએસઆઇ ઝેડ.એલ. ઓડેદરા તથા અન્ય પોલીસ કર્મીઓ વિજાભાઇ ઓડેદરા અને એભાભાઇ વસરાએ ત્યાં આવી હરીશભાઇનો મુકિત પાસ જોયા વગર તેમને હડધૂત કરીને માર માર્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશન લઇ જઇ તેમના પર ગુન્હો દાખલ કર્યો હતો. આ ઘટના અંગે હરીશભાઇએ પીએસઆઇની ગેરકાયદે કાર્યવાહી વિરૂધ્ધ એસપીને ફરિયાદ પણ કરી હતી. પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટે આ અંગે સેસન્સ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવાનુ સમન્સ કર્યુ હતું. જેના આધારે હરીશભાઇના વકીલ પિયુષ કે. સોલંકીએ સેસન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી કોર્ટ સમક્ષ પુરાવાઓ રજૂ કર્યા હતા. જેને ગ્રાહ્ય રાખી સેસન્સ કોર્ટે કલ્યાણપુરના તત્કાલિન પીએસઆઇ તથા અન્ય બે પોલીસ કર્મીઓ સામે પ્રોસેસ ઇસ્યુ કરવા હુકમ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular