Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસુતરિયાફળીમાં પાણીની પાઈપલાઈન નવી નાખવા લત્તાવાસીઓની માંગણી

સુતરિયાફળીમાં પાણીની પાઈપલાઈન નવી નાખવા લત્તાવાસીઓની માંગણી

- Advertisement -

જામનગરના વોર્ડ નં.9 માં સુતરિયાફળીમાં પાણીની પાઈપલાઈન નવી નાખવા અને પાણીની સમસ્યા દૂર કરવા આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા માંગણી કરાઇ છે.

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે,જામનગર શહેરના રણજીત રોડ ઉપર, રતનબાઇની મસ્જિદ પાસે, નવાનગર બેંકવાળી ગલ્લીમાં, વજીરફળી પાસે, સુતરિયાફળીમાં છેલ્લા દસ વર્ષથી પાણીની પાઇપલાઈન તથા પાણીની સમસ્યા ચાલે છે આ બાબતે આજથી દશ વર્ષ પહેલાં તેમજ પાંચ વર્ષ પહેલાં પણ અરજીઓ કરી હતી. જેનું હજુ સુધી નિરાકરણ આવેલ નથી. પાઈપલાઈન કટાઈ ગયેલ હોવાથી તેમાં પીવાનું પાણી ખરાબ આવે છે.

છેલ્લાં વીસ દિવસથી પાણીની પાઈપલાઈનનું કામ કાજ ચાલે છે. કામ ચાલુ હોવા છતાં બેની પાઈપલાઈનમાંથી ચાર ની પાઈપ લાઈન કરી આપવામાં આવતી નથી. હજુ સુધી તેનો નિરાકરણ આવેલ નથી અને બે ની પાઈપલાઈનમાંથી ચાર ની પાઈપલાઈનનું જોડાણ કરેલ છે અને બેની પાઈપલાઈન લગભગ આશરે 50 વર્ષ જૂની હોવાથી, કટાઈ (સડી/ખરાબ) ગયેલ છે અને આજ કટાઈ (સડી/ખરાબ)ગયેલ પાઈપલાઈનમાં જ જોડાણ આપવાનું કામ ચાલી રહ્યું છે. વજીર ફળી 4 ની પાઈપલાઈન વર્ષોથી હોવા છતાં સુતરિયા ફળીના લતાવાસીઓની ચાર ની પાઈપલાઈનનું જોડાણ દૂર કરી આપવામાં આવતી નથી. આથી વજીર ફળીમાંથી જ ચારની પાઈપલાઈનનું જોડાણ સુતરિયા ફળી સુધી કરી આપવા માંગણી કરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular