ગુજરાતમાં અવારનવાર અક્સ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે. રાજકોટમાં બે કાર વચ્ચે અકસ્માત થયો છે. યુનિવર્સિટી રોડ પર અર્ચનાપાર્કમાં રસ્તો ક્રોસ કરતી એક કારને સાઈડ માંથી આવી રહેલી અન્ય કારે જોરદાર ટક્કર મારતા કાર બાજુના ઘરની દીવાલમાં અથડાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
#rajkot #car #accident #CCTV #khabargujarat
યુનિવર્સિટી રોડ નજીક રોડ ક્રોસ કરતી કારને પુરપાટ ઝડપે આવતી અન્ય કારે એક કારને જોરદાર ટક્કર મારી
કાર ધડાકાભેર દીવાલ સાથે અથડાઈ,સદનસીબે કોઈ જાનહાની નહી
દ્રશ્યો સીસીટીવીમાં કેદ pic.twitter.com/jD5NXzK2eS
— Khabar Gujarat (@khabargujarat) February 12, 2022
અકસ્માતમાં બે કાર ધડાકાભેર અથડાતા સોસાયટીના લોકો ગભરાઇને ઘરની બહાર આવી ગયા હતા. બાદમાં લોકોએ બંને કારના ચાલકોને બહાર કાઢ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ન હતી.