તાજેતરમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ભીનમાલ તાલુકાના સુવાણા ગામે વિદ્યાર્થીને માટલામાંથી પાણી પીવાના મુદ્દે શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવતાં વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આ અંગે શિક્ષક વિરૂધ્ધ પગલાં લેવાની માંગ સાથે સ્વયમ સૈનિકદળ દ્વારા કલેકટર કચેરી બહાર ઘરણાં કરી કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું હતું.