લાલપુર તાલુકાના પીપળી ગામ નજીક આવેલી વકીલ તેના કાકા સાથે ખેતરે હતાં તે દરમિયાન ગામના પૂર્વ સરપંચે તેની કાર લઇ ખેતરે જઇ દરવાજામાં લાત મારી અંદર પ્રવેશ કરી ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી માર માર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતાં અને વકીલાત કરતા જયદીપભાઈ ભીખાભાઈ મકવાણા નામનો યુવાન દિવાળીની રાત્રિના સમયે જયદીપભાઈ તેના કૌટુંબિક કાકાઓ સાથે ગામ નજીક આવેલા ખેતના ખેતરે હતાં તે દરમિયાન ગામના પૂર્વ સરપંચ જગદીશ ઉર્ફે જગા પાલા ઝાપડા નામનો શખ્સ તેની કાળા કલરની ફોર્ચ્યુનર કારમાં આવીને યુવાનના ખેતરના દરવાજામાં પગથી લાતો મારી ખેતરમાં પ્રવેશ કરી વકીલ તથા તેના કાકાઓને જેમ ફાવે તેમ ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનિત કરી બાઈક રસ્તામાં કેમ રાખો છો ? તેમ કહી વકીલને ફડાકો મારી ઈજા પહોંચાડી હતી. તેમજ મુળજીભાઈનું ગળુ પકડી ધકકો મારી ઢીકાપાુનો માર માર્યો હતો. આ બનાવ અંગે જયદીપભાઈ દ્વારા જાણ કરાતા પીઆઈ કે.એલ. ગરચળ તથા સ્ટાફે શખ્સ વિરૂધ્ધ એટ્રોસિટી અને હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.