જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતાં યુવાનનું તેના ઘરના ફળિયામાં પાર્ક કરેલું રૂા.35000 ની કિંમતનું બાઈક અજાણ્યા શખ્સો સળગાવીને નુકસાન કરી ગયાના બનાવમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના મુંગણી ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં સાગર મનસુખભાઈ પરમાર નામના યુવાનનું તેના ઘરના ફળિયામાં પાર્ક કરેલું રૂા.35000 ની કિંમતનું જીજે-10-સીએ-7958 નંબરનું બાઈક સોમવારની રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સો સળગાવી ગયા હતાં. આ અંગે સાગર દ્વારા મુંગણીમાં રહેતાં યુવરાજસિંહ દેદા નામના શકદાર અને તેના સાગરિતો દ્વારા બાઇક સળગાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.