Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરમિયાત્રાગામે બાવળની ઝાડીઓમાંથી જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

મિયાત્રાગામે બાવળની ઝાડીઓમાંથી જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા

પોલીસે કાર સહીત પોણાત્રણ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -

જામનગર જીલ્લા પોલીસ દ્રારા જુગાર રમતા અનેક શખ્સોની રોજે અટકાયત કરવામાં આવે છે. ત્યારે ગઈકાલના રોજ પંચકોશીએ ડીવીઝન પોલીસ ચેકિંગમાં હતી તે દરમીયાન મિયાત્રા ગામેથી ડેમની પાછળ બાવળની ઝાડીઓમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હતા ત્યાં પોલીસે દરોડો પાડી 8 જેટલા શખ્સોની ધરપકડ કરી એક મોટરકાર સહીત પોણાત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર જીલ્લાના મિયાત્રા ગામે પોલસ ચેકિંગમાં હતી તે દરમિયાન વિજરખી ડેમની પાછળના ભાગે બાવળની ઝાડીઓમાં 8 જેટલા શખ્સો જેમાં રવિપાર્ક, ગુલાબનગર ખાતે રહેતા ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ પરમાર, સિક્કા ગામે રહેતા જુનુસભાઈ ઉમરભાઈ ચાયણ, રાજપાર્ક ગુલાબનગર ખાતે રહેતા હિતેષભાઈ ચંદ્રકાંતભાઈ મહેતા,નાઘેડી ગામે રહેતા ધનાભાઈ કરશનભાઈ લુણા, રાજપાર્કમાં રહેતા નરશીગર જેઠીગર ગોસાઈ, કાલાવડમાં રહેતા પ્રભુદાસ રવીદાસ ગોડલીયા, સિક્કા ગામે રહેતા ઇમરાનભાઈ જીવાભાઈ ગંજા તથા મેહુલનગરમાં રહેતા ખીમાભાઈ નરશીભાઈ પુરોહિત નામના શખ્સોની અટકાયત કરી તમામના કબ્જા માંથી રૂ.17890ની રોકડ રકમ તથા એક ઇકો કાર મળી રૂ.2,67,890નો મુદ્દમાલ કબ્જે કરી તમામ વિરુધ જુગારધારા કલમ 12 મુજબ પંચકોશીએ ડીવીઝન પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular