Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરમેઘપરમાં શ્રમિક યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

મેઘપરમાં શ્રમિક યુવાનની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

સિમેન્ટના પીઢિયામાં ગમછા વડે ગળેટૂંકો : પોલીસ દ્વારા કારણ જાણવા તપાસ : ભણગોરમાં શ્ર્વાસ અટકી જતા વૃદ્ધનું મૃત્યુ

- Advertisement -

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ઓરડીમાં રહેતાં પરપ્રાંતિય શ્રમિક યુવાને અગમ્યકારણોસર તેના રૂમમાં ગમછા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા હત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર તાલુકાના ભણગોર ગામના વૃદ્ધને બીપી અને ડાયાબિટીસની બીમારી હોય દરમિયાન શ્વાસ લેવાની તકલીફ થતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ, બિહારના વૈશાલી જીલ્લાના મીલકી ચકસીયા ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના મેઘપર ગામમાં ઓરડીમાં રહી મજૂરી કામ કરતા પ્રકાશ રામબાબુ પાસવાની (ઉ.વ.22) નામના શ્રમિક યુવાને ગત તા.12 ના રોજ બપોરના સમયે તેની રૂમમાં સિમેન્ટના પીઢીયામાં ગમછા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે આકાશકુમાર પાશ્વાન દ્વારા જાણ કરાતા હેકો આઈ ડી જાડેજા તથા સ્ટાફે બનાવસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતાં વલ્લભભાઈ ઠાકરશીભાઈ ભીમાણી (ઉ.વ.70) નામના નિવૃત્ત પટેલ વૃદ્ધને બીપી અને ડાયાબિટીસની બીમારી થઈ હતી. દરમિયાન રવિવારે બપોરના સમયે વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મનોજભાઈ દ્વારા જાણ કરવામાં આવતા એએસઆઈ કે.કે.ચાવડા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular