Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના મસીતિયામાં વૃદ્ધની જમીન ચાર શખ્સોએ પચાવી પાડી

જામનગર તાલુકાના મસીતિયામાં વૃદ્ધની જમીન ચાર શખ્સોએ પચાવી પાડી

એક વર્ષથી ખેતીની જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો : કલેકટરને કરેલી અરજી બાદ પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર તાલુકાના ઢીચડા ગામમાં રહેતા નિવૃત્ત વૃદ્ધની સંયુકત ખેતીની જમની મસીતિયા ગામમાં આવેલી છે. આ ખેતીની જમીન ઉપર એક વર્ષથી ચાર શખ્સોએ ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડી હતી. આ પ્રકરણમાં વૃદ્ધની અરજીના આધારે પોલીસે લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ઢીચડા ગામમાં રહેતાં નિવૃત્ત અબ્બાભાઈ ઓસમાણભાઈ ખફી નામના વૃદ્ધની મસીતિયા ગામના જૂના સર્વે નંબર 236 તથા નવા સર્વે નંબર 309 પૈકીની હે.આરે.ચોમી.0-50-59 ક્ષેત્રફળ વાળી 3.5 વીઘા ખેતીની જમીન ઉપર છેલ્લાં એક વર્ષથી મામદ ઈસ્માઇલ ખફી, હાજી અલ્લારખા છાયાવાળા, ઈરફાન અલ્લારખા છાયાવાળા, ઈસુબ અલ્લારખા છાયાવાળા નામના ચાર શખ્સોએ ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પાડી હતી. આ જમીન ખાલી ન કરતા નિવૃત્ત વૃધ્ધે આખરે જામનગર કલેકટર ડો. સૌરભ પારઘીને લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ અરજી કરી હતી આ અરજીના અનુસંધાને કલેકટર દ્વારા પોલીસવડા પ્રેમસુખ ડેલુને ફરિયાદ નોંધવા કરાયેલા આદેશ બાદ પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગે્રબિંગ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular