કલ્યાણપુર તાલુકાના માળી ગામેથી પોલીસે ગંજીપત્તા વડે રોનપોલીસ નામનો જુગાર રમતા શામરા સાજા જામ ગઢવી, શિવા મેસૂર જામ અને રણમલ દેવાણંદ બુચડ નામના ત્રણ શખ્સોને ઝડપી લઈ કુલ રૂા. 13250 નો મુદામાલ કબજે કર્યો હતો.
અન્ય જુગાર દરોડામાં કલ્યાણપુર પોલીસે રાવલ ગામેથી રાત્રે દોઢ વાગે એક મંદીર પાસે જુગાર દરોડો પાડી લાખા કરસન વાઘેલા, મોહન કેશવ ગામી, સંજય મોહન જમોડ, ભરત ભીમા જમોડ, રમેશ લાખા જમોડ, કાના લાખા સોલંકી અને સંજય નગાભાઈ ગામી નામના સાત શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂા.11070 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ઉપરાંત કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે સ્થાનિક પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા અશોક રામદેભાઈ ગોજીયા, હરદાસ માલદેભાઈ ગોજીયા અને દિલીપ જયસુખભાઈ મદનિયા નામના ત્રણ શખ્સોને રૂા. 3520 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.