Saturday, December 6, 2025
Homeરાજ્યકલ્યાણપુરમાં પોલિંગ ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયા

કલ્યાણપુરમાં પોલિંગ ઓફિસર પીધેલી હાલતમાં ઝડપાયા

રાત્રિના સમયે ચૂંટણી કામગીરીમાં ડમ ડમ હાલતમાં આવેલા અધિકારીની અટકાયત

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રવિવારે જુદા-જુદા સ્થળોએ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. આના અનુસંધાને જે-તે સ્થળે તંત્ર દ્વારા પોલિંગ ઓફિસર તથા સ્ટાફને જરૂરી કામગીરી સોંપવામાં આવી હતી.

- Advertisement -

કલ્યાણપુર તાબેના ધતુરીયા ગામે આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે આ વિસ્તારમાં શનિવારે સાંજે પોલિંગ ઓફિસર વિગેરે દ્વારા કામગીરી સંભાળવા તથા આ અંગે પ્રાથમિક શાળાએ ચુંટણી સંદર્ભે કરવાની થતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

શનિવારે રાત્રિના સમયે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ હરદાસભાઈ ધોકિયાએ ધતુરીયા- 2 ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પોલિંગ ઓફિસર તરીકે મૂકવામાં આવેલા મોડાસા તાલુકાના જીગ્નેશ કાંતિભાઈ પટેલ નામના 35 વર્ષના કર્મચારીને આ વિસ્તારની સરકારી તાલુકા શાળા ખાતે મતદાન માટે મતપેટીઓ લઈને આવતા પોલિંગ ઓફિસર જીગ્નેશભાઈ હાજર ન હતા. જેથી તેમને સમયાંતરે બે વખત મોબાઈલ કર્યા બાદ રાત્રીના આશરે દસેક વાગ્યે તેઓ અહી આવ્યા હતા.

- Advertisement -

આ સ્થળે રહેલા કર્મચારીઓને પોલીંગ ઓફિસર જીગ્નેશ પટેલ પીધેલી હાલતમાં હોવાનું ધ્યાને આવતા આ બાબતે કલ્યાણપુર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારી તથા સ્ટાફે દોડી જઈ અને આ અંગેની તપાસમાં ઉપરોક્ત કર્મચારી કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી શનિવારે મોડી રાત્રિના સમયે જ તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર ગુનો નોંધી, તેની અટકાયત કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

આ સમગ્ર બનાવ અંગે અરવિંદભાઈ હરદાસભાઈ ધોકિયાએ કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular