Sunday, December 22, 2024
Homeરાજ્યકલ્યાણપુર તાલુકામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવા સબબ એક શખ્સ ઝડપાયો

કલ્યાણપુર તાલુકામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવા સબબ એક શખ્સ ઝડપાયો

1.23 લાખનો મુદ્દામાલ કબ્જ

- Advertisement -

- Advertisement -

કલ્યાણપુર તાલુકામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર તથા વેચાણ કરવામાં આવતુ હોવાની બાતમી પરથી જિલ્લા એસઓજી પોલીસ સ્ટાફે નગડિયા ગામે દરોડો પાડી સવા બાર કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક શખસને દબોચી લીધો હતો.આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના નગડિયા ગામે આવેલી કારીધાર સીમ ખાતે એક મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર થતું હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસ સ્ટાફે આ સ્થળે દરોડો પાડ્યો હતો.

નગડીયા ગામના લખમણ ઊર્ફે લખુ ઠેબાભાઈ નવઘણભાઈ ખીસ્તરીયા નામના 38 વર્ષના યુવાન દ્વારા પોતાના અંગત ફાયદા માટે તેના પોતાના રહેણાંક મકાનના ફળિયામાં ગેરકાયદેસર રીતે ગાંજા નામના માદક પદાર્થનું વાવેતર કર્યું હતું. ઉપરોક્ત શખ્સ દ્વારા ગાંજાના લીલા છોડનું વાવેતર કરી તથા વાવેતર કરેલા આ માદક પદાર્થની સુકવણી કરી તેના ઘરમાં રાખ્યો હતો. 12 કિલો 361 ગ્રામ ગાંજો પોલીસે કબજે લીધો છે. જેની કિંમત 1,23,610 ગણવામાં આવી છે.

- Advertisement -

આથી કલ્યાણપુર પોલીસે એસઓજી પીએસઆઈ પી.સી. સિંગરખીયાની ફરિયાદ પરથી લખમણ ઉર્ફે લખુ ખીસ્તરીયા સામે એનડીપીએસની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણની આગળની તપાસ દ્વારકા સર્કલના સીપીઆઈ પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular