કાલાવડમાં કંસારા શેરીમાં રહેતા વણિક પ્રૌઢે તેની માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
કાલાવડમાં રવાની ગોડાઉન પાસે આવેલી કંસારા શેરીમાં કેતનભાઈ મણીલાલ મહેતા (ઉ.વ.52) નામના પ્રૌઢને છેલ્લાં છ વર્ષથી માનસિક બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર કરાવવા છતાં તબિયતમાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને સોમવારે સવારના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા પ્રૌઢને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું રાત્રિના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ થતા હેકો એ.એમ. જાડેજા તથા સ્ટાફે મૃતકના પત્ની સોનલબેનના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.