જામનગર તાલુકાના જામવંથલી ગામમાં રહેતા મહિલાને બિભત્સ ઇશારા કરી પરેશાન કરતાં શખ્સે પંચાયતની ગ્રામ સભામાં મહિલાના પતિને ગાળો કાઢી ફડાકા ઝિંકયા હતાં.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના જામવંથલી ગામમાં રહેતા મહિલાને તેના જ ગામમાં રહેતો રાજેશ ભુરા પરમાર નામનો શખ્સ છેલ્લા ત્રણ-ચાર માસથી ગામમાં ભરાતી મંગળવારીમાં તેમજ ગામની મુખ્ય બજારમાં પાછળ-પાછળ આવી બિભત્સ ઇશારા કરી પરેશાન કરતો હતો અને ગત તા. 2ના રોજ બપોરના સમયે ગામની પંચાયતમાં ગ્રામસભામાં મહિલાના પતિ નાનજીભાઇને રાજેશે જેમફાવે તેમ ગાળો કાઢી ફડાકા મારી ઝઘડો કર્યો હતો. આ અંગે મહિલા દ્વારા જાણ કરાતાં પીએસઆઇ એચ.વી. ગોહિલ તથા સ્ટાફે રાજેશ પરમાર વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.