કોરોનાકાળમાં 24 કલાક જાનના જોખમે ડ્યૂટી નિભાવતા પોલીસકર્મીઓને માસ્ક,સેનેટાઇઝર, તેમજ સેનેટાઇઝર મશીન સહિતની વસ્તુઓ વિન્ડ વર્લ્ડ ઇન્ડિયા લિમિટેડ અને અન્ય સામાજિક કાર્યકરો તરફથી ભેટમાં આપવામાં આવી હતી.
જામનગર (ગુજરાત)માં વિન્ડ વર્લ્ડ (ઇન્ડિયા) લી. ના સાથ અને સહકારથી સામાજીક જવાબદારીના હેતુથી જામનગર પોલીસને કોરોનાના સહયોગ માટે માસ્ક, સેનીટાઇઝર, ઓટોમેટીક સેનીટાઇઝર, ડેસ્પેંસીંગ મશીન, સેનીટાઇઝર ડેસ્પેંસીગ ફુટ સ્ટેન્ડ વગેરે આપવામાં આવ્યુ હતું. કોવિંડની બધી વસ્તુ જામનગર વિન્ડ વર્લ્ડ (ઇન્ડિયા) લી.ના હેડ એડમીન & સેક્યુરીટી ઓફીસર રવિ કુમાર લામા, ઓપરેશન હેડ કાન્તીલાલ બારીયા અને સ્ક્વાડ્રન લીડર ( રીટાઇર્ડ) જે. એન. વર્મા તથા તેના સ્ટાફ દ્વારા જામનગર પોલીસના કોવિંડ નોડલ ઓફીસર જિગ્નેશ ચાવડા (ડી.વાય.એસ.પી.) પોલીસ હેડ ક્વાટર જામનગરને આપવામાં આવી હતી.
નોડલ ઓફીસર જિગ્નેશ ચાવડા એ વિન્ડ વર્લ્ડ (ઇન્ડિયા) લી. કંપનીએ કોરોનાની મહામારી સંક્રમણમાં કોવિંડ સામગ્રી સહયોગ કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો.