Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ટ્રાવેલ્સની બસમાંથી 17 બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

જામનગરમાં ટ્રાવેલ્સની બસમાંથી 17 બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર સીટી બી ડીવીઝન પોલીસે ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવર અને ક્લીનરને દારુ બીયરના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પ્રવાસમા ગયેલ બસના માલીક કમ ડ્રાઈવર તથા કલીનરને વિદેશી દારુની બોટલ નંગ 17 તથા બીયર ટીન નંગ 6 તથા બસ મળી કુલ રૂ ૫,૦૯,૪૦૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ,જામનગરમાં સીટી બી ડીવીઝન પોલીસ સર્વેલન્સ સ્કવોડ ગુલાબનગર ચેકપોસ્ટ પર હતી ત્યારે ટુરમાંથી પરત આવતી પટેલ ટ્રાવેલ્સની બસ નં. જીજે-03-વાય-0899 માં કલીનર અને ચાલક દારૂનો જથ્થો લઇને આવતા હોવાની બાતમીને આધારે પોલીસે બસને આંતરી લઇ ચેકીંગ હાથ ધર્યું હતું. બસ માલીક કમ ડ્રાઈવર અશોક હરખાભાઈ વાસઝારીયા અને કલીનર રજનીકાંત લક્ષમણદાસ નંદાસણાને રૂ 8500 ની કિમતની વિદેશી દારૂની ૧૭ નંગ બોટલો તથા રૂ 9400ની કિમતના ૬ નંગ બીયરના ટીન અને 5 લાખની કીમતની ટ્રાવેલ્સની બસ મળી કુલ 05,09,400 નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ કાર્યવાહી પોલીસ ઈન્સપેક્ટર કે.જે.ભોયે તથા સર્વેલન્સ સ્કોર્ડના પીએસઆઈ સી.એમ.કાટેલીયા અને સ્ટાફના એએસાઈ હિતેશભાઇ ચાવડા, હે.કો. રવીરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, રાજેશભાઈ વેગડ, મુકેશસિંહ રાણા તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપ બારડ, સંજય પરમાર, યુવરાજસિંહ જાડેજા, મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular