Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં વૃધ્ધાને ડરાવી ત્રણ શખ્સો દાગીના લઇ ગયા !!

જામનગરમાં વૃધ્ધાને ડરાવી ત્રણ શખ્સો દાગીના લઇ ગયા !!

પવનચકકી નજીક બનાવ : રૂા.1.60 લાખની કિંમતના સોનાના દાગીનાની છેતરપિંડી : પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

- Advertisement -

જામનગરના પવનચકકી નજીક એક વૃદ્ધાને ત્રણ શખ્સે ડરાવી ધમકાવી આઠેક તોલાના સોનાના દાગીના ઉતરાવી લઈ નાશી ગયાના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલા એક મેડીકલ સ્ટોર સંચાલકન માતા ભાનુશાળી વૃદ્ધા સવારે મૂળજી જેઠા પાર્ક સામે આવેલા રહેણાંક મકાનેથી શાક લેવા માટે નીકળ્યા હતા. શાક ખરીદ્યા પછી તે વૃદ્ધા ઘેર પરત જતાં હતાં ત્યારે તેઓની શેરી પાસે જ અચાનક ત્રણ શખ્સ આવી પહોંચ્યા હતા. મ્હોં પર માસ્ક ધારણ કરેલા આ શખ્સોએ તે વૃદ્ધાને રોકી આટલા બધાં દાગીના કેમ પહેર્યાં છે? મનાઈ છે તેમ છતાં તમે દાગીના પહેરીને કેમ નીકળ્યા છો? તેમ કહેતાં આ વૃદ્ધા થોડા ગભરાઇ ગયા હતા. આ ગભરાટનો લાભ લઈ આ શખ્સોએ દાગીના ઉતારી નાખો અને ચાલો અમારી સાથે તેમ કહેતાં આ વૃદ્ધાએ શાકની થેલી ઘેર મૂકીને આવું છું તેમ કહેતાં આ શખ્સોએ ઘેર જવાસ્ત્રી ના પાડી દાગીના ફટાફટ ઉતારી નાખો તેમ કહેતાં આ વૃદ્ધાએ તે શખ્સોના કહેવા મુજબ પોતાના હાથમાંથી રૂા.1.20 લાખની કિંમતની છ તોલાસ્ત્રી સોનાની ચાર બંગડી અને રૂા.40 હજારની કિંમતના બે તોલાનોે સોનાનો ચેઈન સહિતના રૂા.1.60 લાખની કિંમતના દાગીના ઉતારી રૂમાલમાં રાખી આપી દીધા હતાં. ત્યારબાદ શખ્સોએ વૃધ્ધાને નજાવ શાકની થેલી ઘેર રાખી આવોથ તેમ કહેતાં વૃદ્ધાએ પોતાના દાગીના પણ આપી દો તેમ કહેતાં શખ્સોએ જે રૂમાલમાં તે વૃૃદ્ધાના દાગીના રખાવ્યા હતા તેવો જ બીજો રૂમાલ, વીંટેલી હાલતમાં આપી દીધો હતો અને તે વૃદ્ધા પોતાના ઘરે પહોંચ્યા હતાંં.

બાદમાં વૃધ્ધાએ ઘરે પહોંચી રૂમાલ ખોલીને જોતાં તેમાંથી નકલી ધાતુના દાગીના નીકળતાં તેઓ શેરીના નાકે આવ્યા પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય શખ્સો નાશી ગયા હતા. બનાવ અંગેની જાણ થતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં અને બાદમાં જાણ કરાતા પીએસઆઈ વી.કે. રાતિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને પુષ્પાબેન કિશોરભાઈ કનખરા નામસ્ત્રા વૃધ્ધાના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ રૂા.1.60 લાખની કિંમતના દાગીના છેતરપિંડી કર્યાનો ગુનો નોંધી વૃધ્ધાએ આપલા શખ્સોના વર્ણનના આધારે તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular