જામનગર શહેરમાં ન્યુ ઈન્દિરા કોલોની વિસ્તારમાં રહેતાં મજૂરી કામ કરતા યુવાનનું એક શખ્સ દ્વારા જાતિ પ્રત્યે અપમાનિત કરી માર મારી બાઇક પર બેસાડી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખેતીવાડી પાસે આવેલા ન્યુ ઈન્દિરા કોલોની શેરી નં.12માં રહેતો અને મજૂરી કામ કરતો ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ તખુભાઈ ચાવડા (ઉ.વ.30) નામના મજૂરી કામ કરતા યુવાનને શનિવારે સવારના સમયે તેના ઘર પાસેથી જશુભા નામના શખ્સે આવીને ફડાકો મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી બાઈક પર બેસાડી ગયો હતો તેમજ ખોટી ફરિયાદ કરવાનો પ્રયત્ન કરી આ બાબતની કોઇ ને જાણ કરીશ તો ટાટીયા ભાગી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ધર્મેન્દ્રએ નોંધાવેલી ફરિયાદના આધારે એસસીએસટીસેલના ડીવાયએસપીએ ગુનો નોંધી તપાસ આરંભી હતી.