જામનગર શહેરના મઠફળી વિસ્તારમાં રહેતી મહિલાને તેણીના લગ્નજીવન દરમિયાન પતિ દ્વારા નાની નાની બાબતોમાં વાંક કાઢી ઝઘડાઓ કરી શારીરિક માનસિક ત્રાસ આપી મારકૂટ કરતો હોવાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક રોડ પર મઠફળી વિસ્તારમાં રહેતી શોભનાબેન કેતન જોશી (ઉ.વ.43) નામની મહિલાને તેણીના લગ્નજીવન દરમિયાન પતિ કેતન અજીત જોશી દ્વારા નાની નાની બાબતોમાં પત્નીનો વાંક કાઢી તથા રસોઇ બનાવવાની બાબતે વાંક કાઢી અવાર-નવાર ઝઘડાઓ કરતો હતો. તેમજ શારીરિક માનસિક ત્રાસ આપી અપશબ્દો બોલી મારકૂટ કરતો હતો. પતિ દ્વારા આચરવામાં આવતા ત્રાસથી કંટાળીને મહિલાએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ આર.એ. ચનિયારા તથા સ્ટાફે શોભનાબેનના નિવેદનના આધારે પતિ કેતન વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી. પતિના ત્રાસથી કંટાળીને મહિલા તેણીના માવતરે જતી રહી હતી.