જામનગર શહેરના વાલ્કેશ્વરીનગરી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં પગથીયા ઉતરતા યુવાન પાસે એક શખ્સે આવીને ફરિયાદ પાછી ખેંચી લેવા માટે જણાવતા યુવાને ફરિયાદ ખેંચવાની ના પાડતા શખ્સે છરી કાઢી યુવાન પાછળ દોટ મૂકી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં રહેતાં નરેન્દ્રસિંહ નટવરસિંહ કંચવા નામનો યુવાન શુક્રવારે બપોરના સમયે વાલ્કેશ્વરીનગરી માં આવેલી ખાનગી હોસ્પિટલના પગથીયા ઉતરતો હતોે તે દરમિયાન કારમાંથી ઉતરી જયરાજસિંહ ગુમાનસિંહ જાડેજા નામના શખ્સે આવીને નરેન્દ્રસિંહને પોલીસ ફરિયાદ પરત ખેંચવાનું કહ્યું હતું. પરંતુ, નરેન્દ્રસિંહએ ફરિયાદ પાછી ખેંચવાની ના પાડતા ઉશ્કેરાયેલા જયરાજસિંહ પેન્ટના નેફામાંથી છરી કાઢી પાછળ દોટ મૂકી હતી અને નરેન્દ્રસિંહને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં નરેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે જયરાજસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.