જામનગર શહેરના શંકરટેકરી નવી નિશાળ પાછળ આવેલા રજાનગર વિસ્તારમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પસાર થતો શખ્સ પોલીસને જોઇ દારૂની બોટલ મુકી નાસી ગયો હતો. ત્યારબાદ પોલીસે રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલો કબ્જે કરી નાશી ગયેલા હાજી અબ્બાસ ખફી નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


