જામનગર શહેરના શંકરટેકરી પાણીના ટાંકા પાસે આવેલા સિધ્ધાર્થનગરમાં રહેતાં યુવાને તેના ઘરે અગમ્યકારણોસર છતના પંખનાની હુકમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. જામજોધપુર તાલુકાના મહિકી ગામમાં આવેલા વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતી મહિલાને નાકમાંથી ફિણ નિકળતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી પાણીના ટાંકા પાસે આવેલા સિદ્ધાર્થનગર શેરી નં.5 માં રહેતા મહેશ જેન્તીલાલ ગોહિલ (ઉ.વ.26) નામના યુવાને શુક્રવારે રાત્રિના સમયે તેના ઘરે કોઇ કારણસર છતના પંખાની હુંકમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબીએ જાહેર કર્યુ હતું. આ અંગેની હંસાબેન દ્વારા જાણ કરતા એએસઆઇ ડી.જે. જોશી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના મહિકી ગામના વાડી વિસ્તારમાં રહેતા ભાવલીબેન ઉર્ફે ભાવનાબેન લખમણભાઈ સોલંકી (ઉ.વ.25) નામની મહિલાને શુક્રવારે બપોરના સમયે નાકમાંથી ફિણ તબિયત લથડી હતી. જેથી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પુર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની કરશનભાઈ ડાંગર દ્વારા જાણ કરાતા ઈન્ચાર્જ પીઆઈ આર.જી. ચૌધરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.