જામનગર શહેરમાં આવેલી મહાપ્રભુજીની બેઠક નજીક આજે સવારના સમયે શિક્ષિકા યુવતીની હત્યા નિપજાવ્યાના બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી હત્યારા પતિની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના થાવરિયાવાળી વિસ્તારમાં આવેલી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને ગુલાબનગર વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતા નીતાબેન પ્રફુલ્લભાઈ ડાભી (ઉ.વ.40) નામના યુવતી આજે સવારે તેની સ્કૂલે જતા હતાં તે દરમિયાન મહાપ્રભુજીની બેઠક નજીક તેણીના પતિએ આંતરીને છરી વડે હુમલો કરતાં પત્ની લોહીલુહાણ હાલતમાં ઢળી પડતા ઘટનાસ્થળે જ શિક્ષિકાનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી મૃતકના પતિની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
જામનગરમાં પતિએ છરીના ઘા ઝીંકી શિક્ષિકા પત્નીને મોતને ઘાટ ઉતારી
મહાપ્રભુજીની બેઠક પાસે સવારે ઘટના : પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ: હત્યારા પતિની ધરપકડ