Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ધો. 12ની શાળા ઓફ લાઇન શરૂ

જામનગરમાં ધો. 12ની શાળા ઓફ લાઇન શરૂ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે આજથી રાજ્ય સરકાર દ્વારા ધો. 12ની શાળા તથા કોલેજો શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે. કોરોનાના કેસો ઘટતાં રાજ્ય સરકાર દ્વારા લોકોને ધીમે-ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે. ત્યારે હવે શાળામાં ઓફ લાઇન શિક્ષણ પણ શરુ થઇ રહ્યું છે. આજથી શાળા-કોલેજોમાં ધો. 12નું શિક્ષણ તેમજ હોસ્ટેલો શરુ કરવા સરકારે જાહેરાત કરી હતી.

- Advertisement -


રાજ્ય સરકાર દ્વારા 15 જુલાઇથી ધો. 12ની શાળા તેમજ કોલેજો શરુ કરવા મંજૂરી આપી હતી. આ અંગે સરકાર દ્વારા છેલ્લી ઘડીએ માર્ગદર્શિકા અને પરિપત્ર જાહેર કર્યો હતો. જેને કારણે શાળા સંચલ્લકો કફોડી હાલતમાં મૂકાયા હતાં. પરંતુ આખરે આજથી સરકારની ગાઇડલાઇન મુજબ શાળાઓ શરુ થઇ હતી. સરકાર દ્વારા 50 ટકા કેપેસીટી સાથે શાળા શરુ કરવા તેમજ વિદ્યાર્થીના વાલીની સહમતિ બાદ જ ઓફ લાઇન શિક્ષણની મંજૂરી અપાઇ છે. આ ઉપરાંત ઓફલાઇન શિક્ષણ ન પસંદ કરનાર વિદ્યાર્થીને ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવાનું રહેશે. આજથી ધો. 12ની શાળા શરુ થતાં જામનગરમાં પણ શાળામાં ધો. 12ના ઓફ લાઇન વર્ગો શરુ થતાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ જોવા મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular