Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં જમીન મકાનની લે-વેચના ધંધાર્થી બન્યા છેતરપિંડીનો ભોગ

જામનગરમાં જમીન મકાનની લે-વેચના ધંધાર્થી બન્યા છેતરપિંડીનો ભોગ

- Advertisement -

જામનગરમાં જમીન મકાનની લે વેચ કરતાં ધંધાર્થી છેતરપિંડીનો ભોગ બન્યા છે. એક શખ્શે તેઓને કાર વેચાણ કરવાનો વાયદો આપી કાર કે રકમ પરત ન કરતાં સીટી સી ડીવીઝન પોલીસે જમીન મકાન લે-વેચના ધંધાર્થીની ફરિયાદ પરથી આગળની કર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

જામનગર શહેરમાં આવેલ હરિયા સ્કુલ નજીક રહેતા રાજુભાઈ ભોજાભાઈ કાંબરિયા નામના જમીન મકાન અને ગાડીની લે-વેચ કરતાં ધંધાર્થી છેતરપિંડીનો ભોગ બન્યા છે. શહેરના હિમાલય સોસાયટી વિસ્તારમાં રહેતા સુનીલ ઇન્દ્રવદન બારોટ નામના શખ્સે સ્વીફ્ટ VDI જી.જે.03-એફ-કે-2282 નંબરની ગાડી વહેચવાનું કહેતા રાજુભાઈએ તેમના પાસેથી ગાડી લઇ લીધી હતી અને થોડા દિવસો બાદ સુનીલ બે દિવસ માટે ગાડી ચલાવવા લઇ જવાનું કહી કોઈ ગ્રાહક મળે તો વહેચી દેવાનું જણાવ્યુ હતું. બાદમાં ફરિયાદીએ ગાડી માંગતા ગાડી કે રૂપિયા પરત ન કરી છેતરપીંડી આચરતા રાજુભાઈએ સુનીલ વિરુધ સીટી સી ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular