જામનગરમાં દિ.પ્લોટ 58 માંથી પીલીસે રૂ 4400 ની કિમતની 11 નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જામનગરમાં શંકર ટેકરીમાં કારખાનામાંથી રૂ4500 ની કિમતની 9 નંગ દારૂની બોટલ સાથે ૩ શખ્સોને ઝડપી કાયદેસર ની કાર્યવાહી કરી હતી. દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-3 માંથી રૂ 500ની કિમંતની 1 નંગ દારૂની બોટલ સાથે પોલીસે એક શખ્સને ઝડપી લીધો હતો. જોડિયા તાલુકાના બાદનપર ગામના પાટિયા પાસેથી રૂ 1400ની કિમતની 2 નંગ દારૂની બોટલ સાથે એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો.
દરોડા ની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગરમાં દિ.પ્લોટ 58માં પરાગ એપાર્ટમેન્ટ પાસે રોડ ઉપરથી પોલીસે રેઇડ દરમ્યાન મહેન્દ્ર અશોકભાઈ મંગેને રૂ 4400ની કિમતની 11 નંગ દારૂની બોટલ,રૂ 30,000ની કીમતની મોટરસાઇકલ તથા 5000ની કિમતના મોબાઈલ ફોનમળી કુલ રૂ39,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. અને દારૂની સપ્લાય કરનાર જયેશ કિશોરભાઈ ચાંદ્રાની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગરમાં શંકરટેકરી ઉધોગનગરમાં રમેશ કેનેરી કોમ્પ્લેક્ષ શેરીનંબર-2 બીજા માળે એમ.ડી.પ્લાસ્ટિક નામના કારખાનામાંથી રૂ 4500ની કિમતની 9 નંગ દારૂની બોટલ ઝડપી લઇ દિપક નાથાલાલ પરમાર, હરપાલસિંહ ભરતસિંહ ઝાલા તથા શૈલેષ મુકેશભાઈ રાઠોડ નામના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, દરેડ જી.આઈ.ડી.સી. ફેસ-3 ગૌશાળા સર્કલ પાસેથી પોલીસે નયન મનસુખભાઈ ચૌહાણ નામના શખ્સ ને રૂ 500ની કિમતની 1 દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોથો દરોડો, જોડિયા તાલુકાના બાદનપર ગામના પાટિયા પાસેથી પોલીસે રેઇડ દરમ્યાન વિરલ પ્રભુલાલભાઈ કાનાણી નામના શખ્સને રૂ 1400ની કિમતની 2 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો. અને દારૂની બોટલ આપનાર સુનીલ ભગવાનજીભાઈ કાલાવડીયાની શોધખોળ હાથ ધરી હતી.