પ્રથમ દરોડો, જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ વ્રજવલ્લભ પાર્ક પ્લોટ નં.55 મા રહેતા દિનેશ ઉર્ફે ટગર દયાળજી કણઝારિયા નામના શખ્સના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે એલસીબીએ રેઈડ દરમિયાન દિનેશ ઉર્ફે ટગર કણઝારિયા, મહેશ દિલીપ પરમાર, ધવલ વેલજી ભંડેરી, અરુણ દિલીપસિંહ વિશ્ર્વકર્મા, રાહુલ કાનજી કછેટીયા, સાગર તીલક રાણા નામના છ શખ્સોને રૂા.57,400 ની રોકડ રકમ, રૂા.30 હજારની બાઈક મળી કુલ રૂા.87,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના દડિયા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નારણ ડાયા હાથિયા, વલ્લભ બાબુ રોરિયા, ભુપત દેવા ધ્રાંગિયા, રવિ સામત ચૌહાણ, જયેશ સોમા પરમાર નામના પાંચ શખ્સોને રૂા.23,590 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના નાની લાખાણી ગામમાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા જટુભા કહરસંગ જાડેજા, વિપુલસિંહ અનોપસિંહ જાડેેજા, કિશોરસિંહ નાનભા જાડેજા, જયપાલસિંહ મેઘરાજસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ભવાનસિંહ જાડેજા, યુવરાજસિંહ વસુભા જાડેજા, ગુણવંતસિંહ બહાદુરસિંહ જાડેજા, મહાવીરસિંહ અનોપસિંહ જાડેજા સહિતના આઠ શખ્સોને રૂા.15,160 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગરના દેવુભાના ચોકમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રાજેશ કાંતિ મકવાણા, કલ્પેશ કિશોર ચાવડા, મુકેશ કામજી વાળા અને પાંચ મહિલા સહિત આઠ શખ્સોને રૂા.11,250 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પ્રવિણ લખમણ બથવાર, ધર્મેશ રવજી બથવાર, મહેન્દ્ર જીણા બથવાર, સતાર ભીખા દલ, રહીમ ઈસ્માઇલ દલ નામના પાંચ શખ્સોને રૂા.10,340 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
છઠો દરોડો જામનગર જિલ્લાના જોગવડ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા જેસુર દેવજી ઘોડા, વજા માણસુર ઘોડા, ઘોડા રામા ઘોડા, ધાના ઉર્ફે સતિયો ધાંધા ઘોડા, ભુરા ભારા સીંધીયા, રાયા પીઠા હાજાણી નામના છ શખ્સોને રૂા.12,890 અને ગંજીપના સાથે તથા સાતમો દરોડો, જામનગર શહેરના બેડી નાકા પાસેથી વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા ચંદુ બાબુ ખેતાણી, યોગેશ રમણિક નાનાણી નામના બે શખ્સોને રૂા.11,200 ની રોકડ રકમ અને ત્રણ હજારની કિંમતના ત્રણ મોબાઇલ સહિત રૂા.14,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
આઠમો દરોડો, જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા પ્રવિણ મગન કુવરેચા, ઘેલા ટપુ પરમાર, બાબુ શિવા પરમાર, અશ્ર્વિન મનસુખ બારૈયા, રાહુલ ભગવાનજી સુરેલા, રસીક ચંદુ કુકવાયા, અજય લાલજી રાણાવદીયા અને સાત મહિલા સહિત 14 શખ્સોને રૂા.10,950 ની રોકડ અને ગંજીપના સાથે તથા નવમો દરોડો, શહેરના ગોલ્ડન સીટી તંબોલી ભવન આવાસ વિસ્તારમાંથી જૂગાર રમતા વિજયસિંહ ચંદ્રસિંહ ચાવડા, અર્જુનસિંહ વનરાજસિંહ જેઠવા, આશિષ જેન્તી ધુકેલ અને છ મહિલા સહિત નવ શખ્સોને રૂા.6720 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
દશમો દરોડો, જામનગર જિલ્લાના મિઠોઇ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા જિતેન્દ્રસિંહ સીદુભા જાડેજા, મયુરસિંહ બટુકસિંહ ગોહિલ, ભરતસિંહ ગુમાનસિંહ વાઢેર, શકિતસિંહ સહદેવસિંહ જેઠવા, યશપાલસિંહ વિક્રમસિંહ જાડેજા સહિતના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.6110 ની રોકડ રકમ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


