જામનગર શહેર અને જિલ્લામાં જુદાં-જુદાં સ્થળોએ જૂગાર દરોડામાં પોલીસે બે મહિલા સહિત 42 શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં જામનગરના પટેલ પાર્ક વિસ્તારમાંથી તીનપતિ રમતા બે મહિલા સહિત છ શખ્સોને રૂા.24300 ની રોકડ રકમ સાથે અને લાલપુરમાંથી તીનપતિ રમતા છ શખ્સોને રૂા.14350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે તથા મોરારસાહેબ ખંભાલિડામાંથી જૂગાર રમતા આઠ શખ્સોને રૂા.10050 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. લાલપુરમાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને રૂા.10500 ની રોકડ રકમ સાથે અને લાખાબાવળ ગામમાંથી જૂગાર રમતા છ શખ્સોને રૂા.7550 ની રોકડ રકમ સાથે તેમજ નારણપર નજીકથી જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.2910 ની રોકડ રકમ સાથે તથા નારણપર ગામમાં બે સ્થળોએ જૂગાર રમતા આઠ શખ્સોને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રથમ દરોડો, જામનગર શહેરના પટેલપાર્ક વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા કાંતિ ગોકળ ગંઢા, સચિન ગીરધર પરમાર, સાગર વસંત બારમેડા, બિપીન અરજણ ભાલોડિયા અને બે મહિલા સહિત છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.24,300 ની રોકડ રકમ અને ગંજી5ના સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, લાલપુર નજીક આવેલા ભોળેશ્ર્વર મંદિર સામેના દેવીપૂજક વાસમાં જાહેરમાં જૂગાર રમતા ઈમરાન હાજી મથુપૌત્રા, મેહુલ અશ્ર્વિન અયારનાથી, પંકજ ધનજી ડાંગર, કેતનગીરી કરશનગીરી ગોસાઈ, હસમુખગર વશરામગર ગોસાઈ, નિલેશ પ્રાગજી સાપડિયા નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.14,350 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના મોરારસાહેબ ખંભાલિડામાં તીનપતિનો જૂગાર રમતા પંકજસિંહ બચુભા જાડેજા, બુધા ભગા ધ્રાગિયા, અરવિંદ રાણા ધ્રાગિયા, સીંધા મોમ ધ્રાગિયા, જયપાલ કાના ધ્રાગિયા, વેજા ઉર્ફે બાબુ મયશ્રુ ધ્રાગિયા, પ્રવિણ ઉર્ફે પવો હકા ધ્રાગિયા, જેઠા અઠા ધ્રાગિયા નામના આઠ શખ્સોને પોલીસે રૂા.10,050 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, લાલપુર નજીક ઢાંઢાર નદી પાસે તીનપતિનો જૂગાર રમતા લખમણ દેવા રાઠોડ, માવજી સોમા સાવાસરિયા, જગદીશ સુખા રીબડીયા, જેરામ ચના ડાભી, રાજમણીકામ સદાયન મદ્રાસી નામના પાંચ શખ્સોને રૂા.10,500 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગરના લાખાબાવળમાં ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ગોવિંદ બીજલ ભાભી, જુસબ અબ્દુલ ખીરા, સુમાર હાજી હીંગોરા, આરીફ ગુલમામદ ખીરા, ઈરફાન આદમ ખીરા નામના છ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.7550 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
છઠો દરોડો, જામનગર તાલુકાના નારાણપર ગામથી નાધુના ગામ જવાના માર્ગ પર જૂગાર રમાતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આ સ્થળે તીનપતિનો જૂગાર રમતા કાનજી મનસુખ ચાંદ્રા, ભુરા લખમણ સીંધવ અને લાલજી કાનજી શેખા નામના ત્રણ શખ્સોને રૂા.2910 ની રોકડ રકમ સાથે દબોચી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
સાતમો દરોડો, જામનગર તાલુકાના નારણપર ગામમાં તીનપતિનો જૂગાર રમતા સુભાષ હરી ગગેરા, જયદીપ કિશોર શેખા, સંદીપ ભરત કાટીયા, વિજય ખીમજી શેખા નામના ચાર શખ્સોને પોલીસે દરોડા દરમિયાન રૂા.2270 ની રોકડ અને આઠમો દરોડો, સાગર સુભાષ ગંગેરા, કિશોર દેવજી શેખા, મનોજસિંહ કરશનજી જાડેજા અને ચંદ્રેશ અરજણભા શેખા નામના ચાર શખ્સોને રૂા.2380 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.