Thursday, October 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં પાંચ જૂગારદરોડામાં નવ મહિલા સહિત 26 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લામાં પાંચ જૂગારદરોડામાં નવ મહિલા સહિત 26 શખ્સો ઝડપાયા

લાલપુરમાંથી નવ મહિલા રૂા.15,170 ની રોકડ સાથે ઝડપાઇ : જોગવડમાંથી પાંચ શખ્સો ઝડપાયા: ધ્રોલમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સો ઝડપાયા : સીક્કામાંથી પાંચ શખ્સોને રૂા.5850 ની રોકડ સાથે અટકાયત : દરેડમાંથી ત્રણ પતાપ્રેમીને રૂા.2170 ની રોકડ સાથે દબોચ્યા

- Advertisement -

લાલપુર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા નવ મહિલાઓને રૂા.15,170 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર જિલ્લાના જોગવડ ગામમાં જાહેરમાં તીનપતિ રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.14,140 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. ધ્રોલ ગામમાં ભરવાડ શેરીમાંથી તીનપતિ રમતા ચાર શખ્સોને રૂા.10,380 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના સીક્કા ગામમાં જાહેરમાં તીનપતિ રમતા પાંચ શખ્સોને રૂા.5,850 ની રોકડરકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર તાલુકાના દરેડ ગામમાંથી તીનપતિ રમતા ત્રણ શખ્સોને રૂા.2170 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો લાલપુર ગામે જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલસે રેઈડ દરમિયાન નવ મહિલાઓને પકડી પાડી તેમના કબ્જામાંથી રૂા.15,170 ની રોકડ રકમ અને ગંજીપના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર જિલ્લાના જોગવડ ગામમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રામ સવદાસ કરમુર, લખમણ પાલા સુવા, લખમણ જેશા આંબલિયા, લાખા પાલા મકવાણા, દુદા ભીખા પરમાર નામના પાંચ શખ્સોને રૂા.14,140 રોકડા તથા ગંજીપના કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, ધ્રોલ ગામમાં ભરવાડ શેરી સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિ રમતા માંડા ખીમા જુંજા, જલા ઉર્ફે બાબુ બચુ ગોલતર, મચ્છા લીંબા વરુ અને આંબા લક્ષમણ જુંજા નામના ચાર શખ્સોને રૂા.10,380ની રોકડ રકમ અને ગંજીપના સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો, જામનગર તાલુકાના સીક્કા ગામ નજીક પાર્કિંગમાં જાહેરમાં તીનપતિ રમતા ચંદ્રકાંત નારણ પંડયા, સિકંદર ઈસ્માઈલ રાણપરિયા, મુબારક અલજી સંઘારિયા, અમીર કરીમ ઉમડિયા, ઈદરીશ અબ્બાસ સંઘરિયાત નામના પાંચ શખ્સોને રૂા.5850 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પાંચમો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં એફસીઆઈ ગોડાઉન પાછળના વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન કરશન નાથા વકાતર, લાલા નાગણ ગુજરિયા અને મહેન્દ્ર રામલખન જાટવ નામના ત્રણ શખ્સોને રૂા.2170 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular