Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગર જીલ્લામાં વિવિધ જગ્યાએથી જુગાર રમતા 25 શખ્સ ઝડપાયા

જામનગર જીલ્લામાં વિવિધ જગ્યાએથી જુગાર રમતા 25 શખ્સ ઝડપાયા

પોલીસે કુલ 38200 ની રોકડ કબજે કરી

- Advertisement -

જામનગર જીલ્લામાં જુગાર રમતા શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ધ્રોલ માંથી બાવળના ઝાડ નીચેથી જુગાર રમતા 2શખ્સોની ધરપકડ કરી 4900ની રોકડ કબજે કરી હતી. પંચકોશી બી ડીવીઝન પોલીસે દરેડ જીઆઈડીસી નજીકથી જુગાર રમતા 8 શખ્સોની ધરપકડ કરી તમામના કબ્જા માંથી રૂ.12300ની રોકડ જપ્ત કરી હતી. આ જ જગ્યાએ અન્ય દરોડામાં જુગાર રમતા 9 શખ્સોની અત્કયાત કરી રૂ.11200ની રોકડ તેમજ દિગ્વીજય પ્લોટ માંથી જુગાર રમતા 6 શખ્સોની ધરપકડ કરી રૂ.10420ની રોકડ કબજે કરી તમામ વિરુધ જુગારધારા હેઠક ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકામાં પોલીસે દરોડા દરમિયાન આઈટીઆઈ સામે બાવળના ઝાડ નીચેથી જુગાર રમતા બે શખ્સો બાબુભાઈ મોમભાઈ ભુંડિયા અને હબીબભાઈ હાસમભાઈ સુધાધુનિયાની અટકાયત કરી રૂ.4900ની રોકડ જપ્ત કરી હતી.

પંચકોશી બી ડીવીઝન પોલીસે દરેડ જીઆઈડીસી હરિપાર્ક સંસ્કાર સ્કુલની સામે બાવળની ઝાડી માંથી જુગાર રમી રહેતા આઠ શખ્સો જેમાં કપિલ મંગલસિંઘ જાટવ, અમરસિંધ હરદયાલ જાટવ, રાજારામ સરમનભાઈ આહીરવાર, અશોક હરિરામ ઝા, રાજ રામસિંહ જાટવ, લાલતાપ્રસાદ રામસ્વરૂપ જાટવ, ભૂરેસિંઘ ધીમાનસિંઘ જાટવ, મુકેશ સીરોવનસિંહ જાટવની ધરપકડ કરી તમામના કબ્જા માંથી રૂ.12300ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરેડ જીઆઈડીસી આશાપુરા પાન પાસે જાહેરમાં ગઈકાલના રોજ નવ શખ્સો માખન મનોહર પાલ, નિહાલ રામપ્રકાશ જાટવ, રાહુલ ભજનલાલ જાટવ, સુરેન્દ્ર પાતીરામ જાટવ, ગુડ્ડુ રામકીશન જાટવ, વિરસિંઘ રામસિઘ જાટવ,ધર્મેન્દ્ર પાતીરામ જાટવ, ધર્મેન્દ્ર કૈલાશભાઈ જાટવ, ગોલુ હરચરણ જાટવની અટકયાત કરી રૂ.11200ની રોકડ કબજે કરી પંચકોશી બી ડીવીઝન પોલીસે તમામ વિરુધ ગુન્હો નોંધ્યો હતો.

સીટી એ ડીવીઝન પોલીસે દરોડા દરમિયાન દિગ્વિજય પ્લોટ 49 માંથી જુગાર રમતા છ શખ્સો દિનેશ નેણસીભાઈ ગોરી, હમીરજી ઉર્ફે જુવાનસિંહ કરશનજી જાડેજા, દુર્ગેશ દ્વારકાદાસ હંજડા, જયેન્દ્રસિંહ ખાનજી જાડેજા, અજીતસિંહ ભીખુભા પરમાર, રમેશભાઈ અરજણભાઈ હુરબડાની અટકાયત કરી રૂ.10420ની રોકડ જપ્ત કરી તમામ વિરુધ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular