કાલાવડ તાલુકાના મોટા વડાળામાંથી જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રૂા.36250 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાંથી જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રૂા.11740 ની રોકડ સાથે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના દરેડમાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.11490 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુરના શેઠવડાળામાંથી જૂગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઇ નાશી ગયેલા 13 સહિત 18 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના શંકરટેકરીમાંથી જૂગાર રમતા બે શખ્સોને 4650 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા જગદીશ વિઠલ કોટડિયા, જયદીપ સામત નાગરા, ધીરુ નાગજી મેનપરા, પ્રદીપ ધીરુ મેનપરા, નાનજી લખમણ હીરપરા, કાંતિ રામજી વેકરિયા, હસમુખ લીંબા ગમઢા નામના સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.36,250 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેસ-3 વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા અનિલ પ્રભુદયાળ જાટવ, પુરનસિંગ મહેન્દ્રસિંગ જાટવ, રામુ ગરીબે જાટવ, પારસ દેવીદયાલ જાટવ નામના ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.11,740 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર તાલુકાના દરેડ ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઉમેશ જગદીશ વિશ્ર્વકર્મા, દિપેન અલુ કાછી, રાજેશ કાલુરામ કાછી, અલુ ભોલા કાછી, વિક્રમસિંગ બલદેવસિંગ લોધી નામના પાંચ શખ્સોને રૂા.11,490 અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પુંજા ભીખા રાઠોડ, કાનજી ગોવિંદ રાઠોડ, જેન્તી વાલજી ખાખરિયા, નથુ મેપા રાઠોડ, મંગા ગેલા પરમાર નામના પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10030 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે કિશન પ્રકાશ આચાર્ય, ફારુક દલ, કારુ હમીર, પંકેશ વજુ, કટુ કોળી, રસીક કોળી, સંજય જેન્તી લાલકીયા, પોલા, જયસુખ, ગોગન કોળી, કાળુ દેવા, રામ કોળી, મયુર મનસુખ કોળી નામના 13 શખ્સો નાશી ગયા હતાં. જેથી પોલીસે 18 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરમાં શંકરટેકરી પાસે જાહેરમાં જૂગાર રમતા વિવેક અનુપ કબીરા, રાજુ ગોપાલ કબીરા નામના બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.4650 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલા શૈલેષ ચંદુ પરમાર, કપિલ અનુપ કબીરા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.