જામનગર શહેરમાં વિજયનગર ફાટક પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં જાહેરમાં તીનપતિ રમતા સાત મહિલાને રૂા.7990 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમતા બે શખ્સોને રૂા.4650 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં લંઘાવાસ પાસેથી તીનપતિનો જૂગાર રમતા બે મહિલા સહિત પાંચ શખ્સોને પકડી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના વિજયનગર ફાટક પાસે બાવળની ઝાડીમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ભરતસિંહ અજીતસિંહ જાડેજા, કરશન સીદા ડાભી, મેરુ નારણ નંદાણિયા, અરશી ધાના ગાગીયા, લખમણ જેશા આંબલિયા નામના પાંચ શખ્સોને રૂા.10300 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર જિલ્લના મોટી ખાવડી ગામમાં આંબાવાડી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત મહિલાઓને પોલીસે રેઈડ દરમિયાન રૂા.7990 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં દિ.પ્લોટ 45 માં જાહેરમાં તીનપતિ રમી પૈસાની હારજીત કરતા વિવેક અનુપ કબીરા, રાજુ ગોપાલ કબીરા નામના બે શખ્સોને રૂા.4650 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં અને નાશી ગયેલા શૈલેષ ચંદુ પરમાર, કપિલ કબીરા નામના બે શખ્સોની શોધખોળ આરંભી ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા લંઘાવાસમાં જાહેરમાં તીનપતિ રમતા અલ્લારખા હાસમ ઉર્ફે બચુ ઠુઠા, રફીક કાસમ ખીયાર, શહેઝાદ કરીમ ઝેરીયા નામના ત્રણ શખ્સો અને બે મહિલા સહિત પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.2900 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.