જામનગર જિલ્લાના પડાણામાં જાહેરમાં વર્લીના આંકડા લખતા બે શખ્સોને રૂા.11,380 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાં કાટ-છાપનો જૂગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા.10,202 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એકી-બેકીનો જૂગાર રમતા ત્રણ શખ્સોને રૂા.6,170 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરના કામવડિયા વાસમાં જાહેરમાં એકી-બેકીનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા.3010 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગુલાબગનર વિસ્તારમાં એકી બેકીના આંકડા બોલી જૂગાર રમતા ત્રણ શખસોને રૂા.2450 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જામનગર જિલ્લામાં જુદાં-જુદાં પાંચ સ્થળોએ જૂગારદરોડામાં પ્રથમ દરોડો, જામનગર જિલ્લાના પડાણામાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા હોવાની બાતમીના આધારે મેઘપર પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન અશોક બાબુ કુંવરિયા, લાલજી મોહન લાલવાણી નામના બે શખ્સોને રૂા.11,380 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં ચલણી સીક્કા ઉછાળી કાટ-છાપનો જૂગાર રમતા મુકેશ મેઘા બગડા, મયુર રમા ચાવડા, ક્રિપાલસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ, ભરતસિંહ જયુભા જાડેજા, ભાવેશ પુના ખરા નામના પાંચ શખ્સોને રૂા.10,202 ની રોકડ રકમ સાથે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ આગળની તપાસ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી બેકીના આંકડા બોલી જૂગાર રમતા અલ્તાફ સુલેમાન શેખ, અલ્તાફ ઓસમાણ ચાડ, ગુલામહુશેન અમીન મંઢા નામના ત્રણ શખ્સોને રૂા.6170 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 રોડ પરના કામડિયા વાસ વિસ્તારમાં ચલણી નોટના આંકડાઓ પર એકી-બેકીનો જૂગાર રમતા ભરતસિંહ ભકાજી પઢીયાર, દિપીન ઉર્ફે મનિષ રમણિક વશિયર નામના બે શખ્સોને રૂા.3010 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરના ગુલાબનગર વાંઝાવાસમાં પૂલ નીચે એકીબેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરતા રહીમ યુસુફ ખફી, ઈનાયતખાન ઉર્ફે ભોપલો અનવરખાન પઠાણ, સાજિદ ફિરોજ બ્લોચ નામના ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.2450 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.