Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ત્રણ જૂગાર દરોડામાં ત્રણ મહિલા સહિત 15 શખ્સ ઝડપાયા

જામનગર જિલ્લામાં ત્રણ જૂગાર દરોડામાં ત્રણ મહિલા સહિત 15 શખ્સ ઝડપાયા

ધુંવાવમાંથી બે શખ્સો રૂા.1.43 લાખના મુદ્દામાલ સાથે ઝબ્બે : છ શખ્સો નાશી ગયા : ઢીચડા રોડ પરથી રૂા.12430 ની રોકડ સાથે સાત શખ્સ ઝડપાયા : બેડેશ્વરમાંથી ત્રણ મહિલા સહિત રૂા.4170ની રોકડ સાથે ઝબ્બે

- Advertisement -

જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં નદીના કાંઠે જાહેરમાં બાવળની ઝાળીઓમાં તીનપતિનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.1.43 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા છ સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ઢીચડા રોડ પર તીનપતિ રમતા સાત શખ્સોને રૂા.12430 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરના ગરીબનગરમાંથી જૂગાર રમતા ત્રણ મહિલા સહિત છ શખ્સોને રૂા.4170 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં નદીકાંઠે જાહેરમાં વાહનોની આડમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ એ પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ભગવાનજી ભાણજી નકુમ, શાહનવાઝ અબ્દુલ બુખારી નામના બે શખ્સોને રૂા.3650 ની રોકડ રકમ અને રૂા.1.40 લાખના પાંચ વાહનો સહિત કુલ રૂા.1,43,650 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં તેમજ રેઈડ પૂર્વે છગન ઉર્ફે હરીશ પુના સોલંકી, કાનજી દેવરાજ રાઠોડ, વલ્લભ નારણ પરમાર, વ્ર્રજલાલ ઉર્ફે વજો રઘુ નકુમ, છગન પુના ભરવાડ, હસમુખ ઉર્ફે હસુ પરશોતમ સોનાગરા સહિતના છ શખ્સો નાશી ગયા હતાં. જેથી પોલીસે 8 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં ઢીચડા રોડ પર વાયુનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ એચ. જે. પરિયાણી તથા સ્ટાફે રેઈડ દરમિયાન રેણાભાઈ માલદે રૂડાચ, પરબત જેઠા ભાન, હાજી અબ્બાસ પતાણી, આલા હકુ કંડોરિયા, લખુ રણમલ રાઠોડ, હેમત લાખા નંદાણિયા નામના સાત શખ્સોને પોલીસે રૂા.12430 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, જામનગરના બેડેશ્વરમાં ગરીબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સલીમ જુસબ પીંજારા, હાસમ ઉર્ફે વલો કાસમ સાંધાણી, સમીર ઓસમાણ ગની અને ત્રણ મહિલા સહિતના છ શખ્સોને રૂા.4170 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular