જામનગરના સીક્કામાંથી પાંચ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12100 ની રોકડ અને ગંજીપના સાથે જૂગાર રમતા ઝડપી લીધા હતાં. પડાણા ગામમાંથી પાંચ શખ્સોને રૂા.10070 ની રોકડ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર શહેરમાંથી પોલીસે વર્લીમટકાનો જૂગાર રમતા બે શખ્સને રૂા.4410 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના સીક્કા ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મનોજ કાંતિ દાવદ્રા, અબ્બાસ જાકુબ પાલાણી, રમેશ મગન રાયઠઠા, સબીર સલીમ સુંભણિયા, આમદહાજી અબ્દુલ ગજિયા નામના પાંચ શખ્સોને રૂા.12100 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
બીજો દરોડો, લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે જાહેરમાં જૂગાર રમતા ગોવિંદ રત્ના ભારવડિયા, બળદેવ ઉર્ફે બળિયો રત્ના ભારવડિયા, મુના બાબુ પરમાર, દેવા જલા રાઠોડ, જલા ઉર્ફે જલો કમાલ કાપડી નામના પાંચ શખ્સોને રૂા.10070 ની રોકડરકમ અને ગંજીપના સાથે પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના કાશી વિશ્ર્વનાથ રોડ પર જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા જગદીશ ઉર્ફે જગો કચરા ભોજવીયા નામના શખ્સને રૂા.2500 ની રોકડ રકમ અને મોબાઇલ સહિત રૂા.3000 ના મુદ્દામાલ તેમજ વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ નાશી ગયેલા હરી સતવારા સહિત બે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરમાં મકરાણી કબ્રસ્તાન નજીક વર્લીમટકાના આંકડા લખતા યુનુસ દોસમામદ ખફી નામના શખ્સને રૂા.1410 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે પોલીસે ઝડપી લીધો હતો.
જામનગર જિલ્લામાં ચાર જૂગાર દરોડામાં 12 શખ્સો ઝડપાયા
સીક્કામાંથી તીનપતિ રમતા રૂા.12,100 ની રોકડ સાથે પાંચ શખ્સ ઝબ્બે : પડાણામાંથી જૂગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા : જામનગરમાંથી બે વર્લીબાજ ઝબ્બે