જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રંગમતિ પાર્કમાં જાહેરમાં તીનપતિનો જૂગા રમતા પાંચ મહિલા સહિત સાત શખસોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.25350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. લાલપુર તાલુકાના મોટી રાફુદડમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.14420 ની રોકડ રકમ અને ચાર બાઈક તેમજ ચાર મોબાઇલ મળી કુલ રૂા.1,21,920 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જોડિયામાં નાનાવાસ વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.14450 ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામની સીમમાં તીનપતિનો જુગાર રમતા છ શખ્સોને રૂા.13320 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. કાલાવડ તાલુકાના વિભાણીયા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.10590 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જામનગરના ધરારનગર વિસ્તારમાંથી તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.3850 ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં આવેલી વાણંદશેરીમાંથી ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.1350 ની રોકડ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં ગુલાબનગરમાં આવેલા રંગમતિ પાર્ક શેરી નં.1માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન હુશેન સતાર જુસાણી, સબીર કાસમ સાટી અને પાંચ મહિલા સહિત સાત શખ્સોને રૂા.25350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા તેમજ એક મહિલા નાશી જતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામના પાદરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમતા હિતેશ દેવજી નેસડિયા, હસન અબુ ભાટી, અલતાફ નુરશાહ શાહમદાર, મુકેશ હમીર મકવાણા, દિનેશ ઉકા રાઠોડ, સુમાર મામદ ભટ્ટી નામના છ શખ્સોને રૂા.14420 ની રોકડ રકમ અને 9500 ની કિંમતના 4 મોબાઇલ તથા 98 હજારની કિંમતની 4 બાઈક સહિત રૂા.1,21,920 ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જોડિયા ગામના નાનાવાસ વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હુશેન અબુ રાધા, ફારુક બાવલા પરમલ, સરીફ સુલેમાન સન્ના, રાજેશ ઉર્ફે પોપટ બેચર રીયા, ઈકબાલ અબુ રાધા, આરીફ અબુ સન્ના નામના છ શખ્સોને રૂા.14450 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો, કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં ખોડિયાર ડેમની પાછળ આવેલી બાવળની ઝાડીઓમાં તીનપતિનો જૂગાર રમતા ભીખા લાખા ડાગરીયા, મોહિન વલ્લીમામદ મોગલ, આરીફ નુરમામદ મોગલ, મીત નિલેશ બદાણી, સીકંદર ઈસ્માઇલ મુલતાની, દિપક અમુ સોમૈયા નામના છ શખ્સોને રૂા.13320 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, કાલાવડ તાલુકાના વિભાણીયા ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા સંદીપ મધુ સોનારા, સાગર ગાંડુ ઝાખલિયા, ધર્મેન્દ્ર રસીક પરેશા, વિપુલ ચંદુ કોરડિયા નામના ચાર શખ્સોને રૂા.10590 ની રોકડરકમ સાથે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લીધા હતાં.
છઠ્ઠો દરોડો, જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં તીનપતિનો જુગાર રમતા અબ્બાસ ઇબ્રાહિમ જુણેજા, હબીબ આમદ હિંગોરા, સલીમ લતિફ જોખીયા, પોલા વિરા મંઢ નામના ચાર શખ્સોને રૂા.3850 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
સાતમો દરોડો, જામનગર શહેરના બેડી રોડ પર આવેલી વાણંદ શેરીમાંથી ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમતા મયુર કિરીટ, મહમદ અકબરશા હાજી આમદમીયા નામના બે શખ્સોને રૂા.1350 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
જામનગર શહેર-જિલ્લામાં સાત સ્થળોએ જૂગાર દરોડામાં 35 શખ્સ ઝડપાયા
ગુલાબનગરમાંથી પાંચ મહિલા સહિત સાત શખ્સો રૂા.25,350ની રોકડ રકમ સાથે ઝબ્બે : મોટી રાફુદડમાંથી રૂા.14,420 ની રોકડ રકમ સાથે છ શખ્સ ઝડપાયા