જામનગર શહેરમાં વિશ્રામવાડી વિસ્તારમાં રહેતાં યુવાને તેના ઘરે કોઇ કારણ સર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં મહિલા તેણીના ઘરે બેશુધ્ધ થઇ પડી જતાં જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
મળતી વિગત મુજબ જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ-54 વિસ્તારમાં કબરસ્તાન પાસે વિશ્રામવાડીમાં રહેતાં અજય નાનજીભાઇ મંગે(ઉ.વ.33) નામના યુવાને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જણાવ્યું હતું. આ અંગેની જાણ કમલાબેન દ્વારા કરતાં પીએસઆઇ જે.આર.કરોતરા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટી મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને યુવાને કયાં કારણો સર આપઘાત કર્યો તે દિશામાં તપાસ આરંભી હતી.
બીજો બનાવ જામનગર શહેરમાં શંકરટેકરીમાં વલ્લભનગર આશાપુરા મંદિર પાસે રહેતાં વિજયાબેન તુલસીભાઇ સોલંકી (ઉ.વ.35) નામના મહિલા બુધવારે રાત્રીના સમયે તેના ઘરે એકાએક બેશુધ્ધ થઇ જતાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેણીનું મોત નિપજયાનું તબીબો દ્વારા જાહેર કરાર્યું હતું. બનાવની મૃતકના પતિ તુલસીભાઇ દ્વારા જાણ કરાતા હેકો એચ.એ.પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.