જામનગર શહેરમાં વુલનમીલ પાછળ આવેલા ઈંટોના ભઠ્ઠા પાસેના મહાદેવ નગર વિસ્તારમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ અગમ્યકારણોસર તેના ઘરની પાછળ બાવળની ઝાડીઓમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વુલનમીલ પાછળ ઈંટોના ભઠ્ઠા નજીકના મહાદેવનગર વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતી દેશાબેન રાજેશભાઈ વાચા (ઉ.વ.30) નામની ચારણ મહિલાએ બુધવારે રાત્રિના સમયે તેના ઘરની પાછળ આવેલ બાવળની ઝાડીમાં અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ રાજેશભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.કે. નારીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનોક કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.