જામનગર શહેરમાં મોરકંડા ધાર નજીક રહેતાં યુવકનું યુવતી સાથે બોલવાનું ગમતું ન હોવાથી યુવતીના બે ભાઈઓ સહિત ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મોરકંડા ધાર નજીક જંગલપીરની દરગાહ નજીક સોમવારે સાંજના સમયે હિતેશ કમલેશભાઇ શુકલ નામના કારખાનામાં મજુરીકામ કરતા વિપ્ર યુવકને યુવતી સાથે બોલવાનો સંબંધ હોય જે યુવતીના ભાઈઓને ગમતો ન હોવાથી રાહુલ પ્રેમજી કણઝારિયા, મહેન્દ્ર પ્રેમજી કણઝારિયા, પારસ ખાણધર અને કુલદીપ નામના ચાર શખ્સોએ એક સંપ કરી અપશબ્દો બોલી લાકડાના ધોકા વડે આડેધડ માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી તેમજ પતાવી દેવાની ધમકી પણ આપી હતી. હુમલો અને ધમકીના બનાવમાં જાણ કરાતા પીએસઆઈ એન. વી. હરિયાણી તથા સ્ટાફે યુવકના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.