જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, હાથી કોલોનીમાં રહેતા એક પત્રકાર યુવક પોતાના ફ્લેટના પાર્કિંગ માંથી ગાડી બહાર કાઢી રહ્યા હતા તે દરમિયાન એક શખ્સે બાલ્કની માંથી પાનની પિચકારી મારતા યુવકને થુંક ઉડતા તેને ધ્યાનથી થૂંકવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સે ઝપાઝપી કરી તેને ઈજાઓ પહોચાડતા સીટી એ ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર શહેરના હાથીકોલોની વિસ્તારમાં ધાર્મિક કાવ્યા રેસીડેન્સી ફ્લેટ નં.501માં રહેતા હર્ષ ભુપેન્દ્રભાઈ થળેશ્વર (ઉ.વ.32) નામના પત્રકારનો વ્યવસાય કરતાં યુવક દીવાળીના રોજ પોતાના ફ્લેટના પાર્કિગ માંથી ફોરવ્હીલ બહાર કાઢી ગેઈટ બંધ કરી રહ્યા હતા તે દરમિયાન ફ્લેટ નં.301માં રહેતા ગૌરવ કેતનભાઈ ગોકાણી નામના શખ્સે પોતાની ગેલેરી માંથી પાનની પિચકારી મારતા હર્ષભાઈને થુંક ઉડતા તેઓએ જોઈને પિચકારી મારવાનું કહેતા ઉશ્કેરાયેલા ગૌરવભાઈએ ગાળો બોલી માથાના ભાગે મુક્કો મારી પછાડી દઈ ઝપાઝપી કરી હર્ષભાઈને કાનમાં બચકું ભરતા ઈજાગ્રસ્ત થતા તેઓએ સીટી એ ડીવીઝન પોલીસ દફતરમાં આઈપીસી કલમ 324,323,504મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.