જામનગર શહેરમાં સુભાષ શાકમાર્કેટ સર્કલ પાસે મંગળવારે બપોરના સમયે ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસને બે શખ્સોએ જાહેરમાં માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સુભાષ શાકમાર્કેટ પાસેના સર્કલ પર ફરજ પર રહેલા ટ્રાફિક પોલીસ નવીનદાન ગઢવીએ કાસમ ઉર્ફે કાસીમ સાજીદ મહુર અને ફૈઝલ સલીમ ભગાડ નામના બે શખ્સોએ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ઢીકાપાટુનો માર મારી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. સરાજાહેર પોલીસ ઉપર કરાયેલા હુમલાને કારણે અફડાતફડી મચી ગઈ હતી. ત્યારબાદ બંને શખ્સો વિરુધ્ધ પોલીસકર્મીએ સિટી એ ડીવીઝનમાં ફરજમાં રૂકાવટ અને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એેએસઆઈ ડી.એસ. પાંડોર તથા સ્ટાફે ગુનો નોંધી ધરપકડ માટે તપાસ આરંભી હતી.